બર્લિન: અમેરિકામાં ચાલી રહેલા 'બ્લેક લાઇવ્સ મેટર' પ્રદર્શનના સમર્થનમાં લોકો બર્લિન, લંડન, પેરિસ અને વિશ્વના અન્ય શહેરોમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રિયા અંગે લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જોકે, અમેરિકાના પરંપરાગત સહયોગી દેશોના નેતાઓએ ડોનાલ્ડ ટ્રમ્પ પર આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ આંતરરાષ્ટ્રીય કૂટનીતિ અને આંતરિક રોષ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.
અમેરિકાના પ્રદર્શનને વૈશ્વિક સમર્થન, પરંતુ ટ્રમ્પ અંગે ટિપ્પણી કરવાથી બચી રહ્યા છે નેતાઓ - બ્લેક લાઇવ્સ મેટર
અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડના મૃત્યુ બાદ અમેરિકામાં ચાલી રહેલા દેખાવોને વિશ્વનો ટેકો મળી રહ્યો છે. તેના સમર્થનમાં લોકો બર્લિન, લંડન, પેરિસ સહિત વિશ્વના અન્ય શહેરોમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. જોકે બીજી તરફ વૈશ્વિક નેતાઓ ટ્રમ્પ અંગે ટિપ્પણી કરવાથી બચી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ
ટ્રમ્પે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જ્યોર્જ ફ્લોઈડની હત્યા ખરેખર ઘણી ભયાનક ઘટના છે અને અમેરિકામાં સમાજ વહેંચાયેલો છે. ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી આ પ્રતિક્રિયા અંગે લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.