વોશિંગટનઃ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની પ્રમુખ ક્રિસ્ટલીના જોર્જીવાએ શુક્રવારે કહ્યું કે, કોરોના વાઈરસની મહામારીના કારણે અર્થવ્યવસ્થા મંદી તરફ આગળ વધી રહ્યું છે. વિકાસશીલ દેશોની મદદથી મોટા પાયે ભંડોળની જરૂરત પડશે.
વિશ્વ પર મંદીનું વાદળ ઘેરાઈ ગયું છેઃ IMF ચીફ - કોરોના વાઈરસ
IMF ચીફ ક્રિસ્ટાલીના જોર્જીવાએ કહ્યું કે, વિશ્વ મંદીમાં પ્રવેશ કરી ચૂક્યું છે. હાલની પરિસ્થિતી 2009ની મહામંદી કરતા પણ વધુ ગંભીર છે.
વિશ્વ પર મંદીનું વાદળ ઘેરાઈ ગયું છેઃ IMF ચીફ
વીડિયો કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે, આ વાત સ્પષ્ટ છે કે, વિશ્વ મંદીમાં પ્રવેશી રહ્યું છે. આ વિકટ પરિસ્થિતિ 2009 કરતા પણ વધુ ઘાતક છે.
જોર્જીવાએ કહ્યું કે, દુનિયાભરમાં આર્થિક ગતીવીધઓ અચાનક બંધ થઈ જવાથી વિકાસશીલ બજારોને 2,500 અરબ ડોલરનાં ભંડોળની જરૂરત પડશે. અમારૂ માનવું છે કે, આ આંકડો ઓછો છે. અત્યાર સુધી 80થી વધુ નાણાકીય ભંડોળમાંથી ઈમજન્સી ફંડની માગણી કરી છે.