ગુજરાત

gujarat

By

Published : May 2, 2020, 11:55 AM IST

ETV Bharat / international

વિશ્વમાં કોરોનાના કારણે 2.39 લાખથી વધુ લોકોનાં મોત, 34 લાખથી વધુ લોકો સંક્રમિત

આજે કોરોના સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. આ મહામારીએ દુનિયાને એક સ્થળે સ્થિર કરી દીધી છે. આનાથી દુનિયાની અર્થવ્યવસ્થા પર ખૂબ ખરાબ અસર પડી છે. આ મહામારીના કારણે અત્યારસુધી લાખો લોકોનાં મોત થયાં છે.

ETV BHARAT
સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે 2.39 લાખથી વધુ લોકોનાં મોત, 34 લાખથી વધુ સંક્રમિત

ન્યૂઝ ડેસ્કઃ સમગ્ર દુનિયા વૈશ્વિક મહામારી કોરોનાના કહેર સામે ઝઝુમી રહી છે. શનિવારે આ વાઇરસથી મરનારા લોકોની 23,39,604 થઇ છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 34,11,090 થઇ છે. આ ઉપરાંત 10 લાખથી વધુ લોકોએ આ રોગને માત આપી છે. દુનિયામાં સૌથી વધુ સંક્રમિત અમેરિકામાં મૃતકોની સંખ્યા 65 હજારને વટાવી ગઇ છે અને 11 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે.

સમગ્ર વિશ્વમાં એક્ટિવ દર્દીની સંખ્યા 20,79,947 છે. વર્લ્ડોમીટરના આંકડા અનુસાર સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 10,81,639 છે.

વિશ્વમાં કોરોના

અમેરિકામાં કોવિડ-19થી મરનારા લોકોની સંખ્યા 65,776 છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 11,31,452 છે. સ્પેનમાં અત્યારસુધી આ વાઇરસના કારણે 24,824 લોકોનાં મોત થયાં છે. અહીંયા સંક્રમિતોની સંખ્યા 2,42,98 છે. ઈટલીમાં કોરોના વાઇરસથી મરનારા લોકોની સંખ્યા 2,07,428 છે. જ્યારે 28,236 લોકોનાં મોત છે. બ્રિટેનમાં પણ કોરોના લાઇરસને વધુ કહેર મચાવ્યો છે. અહીંયા મરનારા લોકોની સંખ્યા 27,510 છે અને સંક્રમિત લોકોની સંખ્યા 1,74,454 છે. જ્યારે ફ્રાંસમાં સંક્રમિત લોકોની સંખ્યા 1,67,346 છે. આ દેશમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા વધીને 24,594 થઇ છે.

તુર્કીમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 1,22,392 છે. આ ઉપરાંત મરનારા લોકોની સંખ્યા 3,258 છે.

રશિયામાં અત્યાર સુધી આ વાઇરસના કારણે 1,169 લોકોનાં મોત થયાં છે. જો કે, અહીંયા સંક્રમિત લોકોની સંખ્યા 1,14,431 છે. અહીંયા મરનારા લોકોની સંખ્યામાં ઝડપી વધારો થતો નથી. જે રશિયા માટે સારા સમાચાર છે.

ઈરાનમાં 6,091 લોકોનાં કોરોનાને કારણે મોત થયાં છે. જ્યારે આ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 95,646 છે. આ ઉપરાંત બ્રાઝીલમાં 93 નવા કેસ સામે આવ્યા છે. અહીંયા અત્યાર સુધી કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 92,202 થઇ છે. આ સાથે જ મૃતકોની સંખ્યા 6,412 થઇ છે.

વિશ્વના અન્ય ભાગમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. અન્ય દેશોમાં પણ આ સમયે કોરોનાના કહેરથી લોકો ત્રસ્ત થયા છે.

ABOUT THE AUTHOR

...view details