લંડન: બ્રિટનમાં વિઝા અને ઇમિગ્રેશન અંગેનો નવો કાયદો સોમવારે હાઉસ ઑફ કૉમન્સમાં રજૂ કરવામાં આવ્યો. તેમાં કરેલી જોગવાઈઓ હેઠળ, દેશના આધારે નહીં પણ કુશળતાના આધારે કામ ઇચ્છતા લોકોને વિઝા આપવામાં આવશે.
ઇમિગ્રેશન એન્ડ સોશિયલ સિક્યુરિટી સમન્વય બિલ 2020 ના માર્ચમાં ગૃહમાં રજૂ થયું હતું, પરંતુ કોરોના વાઇરસ સંકટને કારણે તે પ્રગતિ કરી શક્યું નહીં.
બ્રિટનના ગૃહ પ્રધાન પ્રીતિ પટેલે કહ્યું કે, " બિલનો ઔતિહાસિક ભાગ દાયકાઓમાં પહેલીવાર ઇમિગ્રેશન સિસ્ટમ પર , બ્રિટનને સંપૂર્ણ અધિકાર આપશે અને આ દેશમાં કોણ આવશે તેની પણ તાકાત મળશે."
ભારતીય મૂળના પ્રધાને કહ્યું કે, અમારી નવી સિસ્ટમ મજબૂત, પારદર્શક અને સરળ છે. આપણી અર્થવ્યવસ્થાને આગળ વધારવા માટે, આપણે જરૂરિયાતમંદ લોકો મેળવીશું અને વધુ પગાર, ઉચ્ચ કુશળતા, વધુ ઉત્પાદક અર્થતંત્રનો પાયો નાખવામાં આવશે.
આવતા વર્ષે 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવનારી નવી સિસ્ટમ અંતર્ગત યુકેમાં કામ કરવા અને રહેવા માટે કુલ 70 નંબરોની જરુરત રહેશે. જેમાં વ્યાવસાયિક કુશળતા, અંગ્રેજી ભાષાની માહિતી, જોબ ઑફર વગેરેના આધારે આપવામાં આવશે.