સ્કોટલેન્ડ યાર્ડના મુખ્ય કાર્યાલયમાં રાષ્ટ્રીય સુરક્ષા પર પોતાના સંબોધનમાં બ્રિટનના ગૃહપ્રધાન સાજીદ જાવેદે સંવેદનશીલ વિસ્તારમાં જતા બ્રિટિશ નાગરિકોને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, જો કોઇ વ્યક્તિ જશે તો 10 વર્ષની સજાને લાયક ગણવામાં આવશે.
બ્રિટન સુરક્ષાબળોએ 2 વર્ષમાં 19 આતંકી પ્લાન નિષ્ફળ કર્યા - Gujarati News
લંડનઃ બ્રિટન સરકારે સીરિયાના ઇસ્લામિક સ્ટેટ આઇએસઆઇએસના વિસ્તારમાં જતા બ્રિટિશ નાગરિકો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. બ્રિટીશ સુરક્ષા એજન્સીઓએ છેલ્લા બે વર્ષમાં 19 જેટલો મોટા આતંકી હુમલાઓના પ્લાનને નિષ્ફળ બનાવ્યા છે.
મૂળ પાકિસ્તાની બ્રિટીશ પ્રધાન જાવેદે કહ્યું હતું કે, રોજ આપણી સુરક્ષા એજન્સીઓ આતંકી પ્રવૃ્ત્તિઓથી લડી રહી છે. મોટા આતંકવાદી સમૂહ હોય કે કટ્ટરપંથી તમામ વિરુધ્ધ લડાઇ લડી રહ્યા છીએ. જ્યારે છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન બ્રિટીશ સૈન્યએ 19 જેટલા મોટા આતંકી હૂમલાના આયોજનને નિષ્ફળ બનાવ્યું છે.
જેમાં 14 હુમલા ઇસ્લામ પ્રેરિત અને પાંચ અતિવાદી વિચારધારાથી પ્રેરિત હતા. આંતકવાદી કાર્યવાહી હોવા છતા આતંકી ગતિવિધિઓ ચલાવવાની વિચારઘારા વધી રહી છે, જેમાં જો કોઇ બ્રિટીશ નાગરીક હશે તો તને છોડવામાં નહી આવે અને 10 વર્ષની સખત સજા કરવામાં આવશે.