મોસ્કો: ઉત્તરપશ્ચિમ મોસ્કો ક્ષેત્રમાં એમઆઇ-8 હેલિકોપ્ટર દુર્ઘટનામાં ત્રણ ક્રૂના મોત નીપજ્યા હતા. ઇમર્જન્સી સર્વિસીસના પ્રવક્તાએ મંગળવારે સ્પુટનિકને જણાવ્યું હતું. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, MI-8 હેલિકોપ્ટરની દુર્ઘટના દરમિયાન આ વિમાનમાં સવાર ત્રણ ક્રૂ મેમ્બર્સના મોત થયા હતા.
મોસ્કો નજીક MI-8 હેલિકોપ્ટર ક્રેશ થતાં ત્રણના મોત - મોસ્કો લેટેસ્ટ ન્યૂઝ
MI-8 હેલિકોપ્ટરની દુર્ઘટના દરમિયાન ત્રણ લોકોના મોત થયા છે. આ વિમાનના સમગ્ર ક્રૂનું મોત નીપજ્યા હતા. સર્ચ ટીમને ક્રેશ સાઇટ પર બંને ફ્લાઇટ ડેટા રેકોર્ડર મેળવ્યા હતા.
પ્રવક્તાએ જણાવ્યું કે, સર્ચ ટીમને ક્રેશ સાઇટ પર બંને ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળી આવ્યા હતા. "બંને બ્લેક બોક્સની શોધ કરવામાં આવી છે- ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને ઓન-બોર્ડ વોઇસ રેકોર્ડર" તેમણે ઉમેર્યું હતું કે, બંને બ્લેક બોક્સ સંતોષકારક સ્થિતિમાં છે. ક્લીન શહેરથી લગભગ 20 કિલોમીટર દૂર એક તાલીમ ઉડાન કરતી વખતે, એમઆઇ -8 હેલિકોપ્ટર મંગળવારે સાંજે ઉતરાણ કરી હતી. રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ક્રૂમેનના મોત થયા હતા. પ્રારંભિક માહિતી અનુસાર, ક્રેશ તકનીકી ખામીને કારણે થયું હોવાની સંભાવના છે.