ગુજરાત

gujarat

ETV Bharat / international

સાઇબિરીયામાં ગુમ થયેલું વિમાન મળ્યું, વિમાનમાં બેઠેલા તમામ 18 લોકો સલામત

રશિયન અધિકારીઓએ જણાવ્યું કે, ટોમ્સ્કના સાઈબેરિયન વિસ્તારમાં શુક્રવારના રોજ ગુમ થયેલા વિમાનમાં સવાર 18 લોકો જીવિત મળ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સલામત અને જીવંત છે. શુક્રવારે 18 લોકો સાથે ઉડાન કરતું AN-28 વિમાન અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયું.

By

Published : Jul 16, 2021, 7:16 PM IST

Updated : Jul 17, 2021, 12:47 PM IST

Russian plane goes missing in Siberia
Russian plane goes missing in Siberia

  • સાઇબિરીયામાં 17 લોકોને લઈ જતું રશિયન પેસેન્જર પ્લેન થયું ગુમ
  • ચાર બાળકો અને ક્રૂના ત્રણ સભ્યો સહિત 17 લોકો સવાર
  • વિમાનને શોધવાના પ્રયાસો શરૂ

સાઈબિરીયા: રશિયન પેસેન્જર વિમાન ગુમ થયાના અહેવાલ મળી રહ્યા છે. ત્યારે પ્રાપ્ત થતી માહિતી મુજબ, આ વિમાન સાઇબેરીયન ક્ષેત્રમાં ઉડાન દરમિયાન ગુમ થયું હતું. આ વિમાનમાં 17 લોકો સવાર હતા. આપાત સ્થિતિ કાર્યાલયે કહ્યું કે, આમાં ચાર બાળકો અને ક્રૂના ત્રણ સભ્યો સહિત 14 લોકો હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અનેક હેલિકોપ્ટરને શોધવાના પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો: Philippines Plane Crash: ફિલિપાઈન્સમાં એક અઠવાડિયા પછી દુર્ઘટનાગ્રસ્ત સૈન્ય વિમાનનું બ્લેક બોક્સ મળ્યું, 50થી વધુના મોત

ગુમ થયેલ વિમાન સ્થાનિક સિલા એરલાઇન્સનું

An-28 રશિયા અને કેટલાક અન્ય દેશોમાં ઘણા નાના વાહકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી એક નાની શોર્ટ રેન્જ, સોવિયત-ડિઝાઇન ટર્બોપ્રોપ છે. ગુમ થયેલ વિમાન સ્થાનિક સિલા એરલાઇન્સનું હતું અને તે કેડ્રોવોય શહેરથી ટોમ્સ્ક શહેર તરફ ઉડતું હતું.

ચાર બાળકો અને ક્રૂના ત્રણ સભ્યો સહિત 17 લોકો સવાર

અધિકારીઓએ જણાવ્યું કે, વિમાને ગાયબ થતાં પહેલા ક્રૂ સભ્યોને કોઈપણ સમસ્યા વિશે જણાવ્યું નહોંતું પરંતુ વિમાનની કટોકટી બિકન સક્રિય થઈ હતી જે દર્શાવે છે કે, વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે અથવા તો તે ક્રેશ થયું છે.

આ પણ વાંચો: અમેરીકા: પ્લેન ક્રેશ થતા સાત લોકોના મોતની આશંકા

વિમાનને શોધવાના પ્રયાસો શરૂ

ઉલ્લેખનીય છે કે, રશિયાના દૂર પૂર્વમાં કામચટકા દ્વીપ પર ખરાબ હવામાનમાં ઉતરવાની તૈયારી કરતી વખતે અન્ય રશિયન વિમાન ક્રેશ થયાના 10 દિવસ બાદ પ્લેન ગાયબ થઈ ગયું હતું. જેમાં સવાર તમામ 28 લોકો માર્યા ગયા હતા. An-26 વિમાન દુર્ઘટનાની તપાસ ચાલુ છે.

Last Updated : Jul 17, 2021, 12:47 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details