રોમ:કોરોના વાઈરસના કહેરને કારણે રોમ તેનો 2773મો જન્મદિવસ ઉજવી શકશે નહી. આ ભયાનક બિમારીને લીધે કોલિઝિયમ સામે પરંપરાગત ગ્લેડીએટર્સ અને પરેડ સાથે રોમ તેનો જન્મદિવસ ઉજવી શકશે નહીં. આપને જણાવી દઈએ કે, ઇટાલી 10 માર્ચથી રાષ્ટ્રીય લોકડાઉન હેઠળ છે.
હાલની સ્થિતિને ધ્યાને રાખી કોરોના રોગથી બચવા માટે રોમમાં કોઈ પણ પ્રકારની ઉજવણી કર્યા વગર લોકોને ઘરમાં રહેવાનું અપીલ કરવામાં આવી છે.
મેયર વર્જિનિયા રગ્ગાએ કહ્યું કે ટીવી ચેનલ પર રોમ શૉ પ્રસાારિત કરવામાં આવશે. જેમાં રોમની સ્થાપના અને તેના પ્રથમ રાજા રોમ્યુલસ દ્વારા જે રીતે રોમના દેશની ઉજવણી કરવામાં આવતી તે બધુ આ શૉ માં બતાવવામાં આવશે.