હેરીએ કહ્યું કે, શાહી પદવી છોડવાનું ખૂબ જ દુ:ખ છે. જો કે એક શાંતિપૂર્ણ જિંદગી માટે આ સિવાય કોઈ રસ્તો નહોતો. હેરીએ માન્યુ કે, હું હમેશાંની જેમ મળનાર ફન્ડિંગ અને વૈભવી લાઈફસ્ટાઈલ છોડવા માંગતા હતાં. જોકે શાહી પરિવારની જવાબદારીઓ છોડીને બીજા દેશમાં નવી જિંદગી શરૂ કરવા પર તેમને ગભરાટ થઈ છે. આ સમગ્ર ઘટનાને લઈ દુખી છું, તેમજ મેગન લગ્ન સમયે આશ્વાસન આપ્યું હતું કે, તે તેમની સેવાઓ આપી શકશે.આ ઐતિહાસિક નિર્ણય બાદ હેરીએ કહ્યું કે, હું શાહી પદવી છોડવાથી ખૂબ દુખી છું.
શાહી પરિવારથી અલગ થઈ પ્રિન્સ હૈરી દુઃખી, કહ્યું- અમારી પાસે અન્ય વિકલ્પ નહોતો - મેગન મર્કલ
લંડન: રાજવી પરિવારથી અલગ થવાના હસ્તાક્ષર કર્યા બાદ રાજકુમાર પ્રિન્સ હેરીએ રાજવી પરિવારથી છૂટા પડ્યા પર દુખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે, અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આ કરાર અંતર્ગત પત્ની મેગનને 'હિઝ રોયલ હાઇનેસ' અને 'હર રોયલ હાઇનેસ'નું બિરુદ છોડવું પડશે.
હેરીએ કહ્યું- તેમની અને મેગન પાસે વાસ્તવમાં અન્ય કોઈ વિકલ્પ નહોતો. આશા સાથે આગળ વધવાનું હતું અને આશા સાથે આગળ વધી રહ્યા છે. પ્રિન્સ હૈરીએ મે 2018માં અભિનેત્રી મેગન મર્કલ સાથે લગ્ન કર્યાં હતા. વર્ષ 2019માં તેમને ત્યાં એક પુત્રનો પણ જન્મ થયો હતો. મેગન પોતાના બાળકની સાથે કેનેડામાં છે. શાહી પરિવારના 'વરિષ્ઠ' સભ્યના પદથી અલગ થઈ રહ્યાં છે અને આર્થિક રૂપથી આત્મનિર્ભર બનવા માટે યોજના બનાવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, 'અમે અમારો સમય યૂનાઇટેડ કિંગડમ અને ઉત્તર અમેરિકા વચ્ચે પસાર કરવાની યોજના બનાવી રહ્યાં છીએ.'