- બ્રિટનમાં ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે
- દર અઢી દિવસે સંક્રમિત લોકોની સંખ્યા બમણી થઈ રહી છે
- કોરોનાના દરરોજ સરેરાશ 45 હજાર કેસો આવી રહ્યા છે
લંડન: વિશ્વ માટે ખતરાની ઘંટડી વગાડી રહેલા કોવિડ-19ના ઓમિક્રોન વેરિયન્ટથી બ્રિટનમાં પ્રથમ મૃત્યુ નોંધાયું છે. સોમવારે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે, ઓમિક્રોન વેરિયન્ટ (Omicron In UK)થી પીડિત ઓછામાં ઓછા એક દર્દીના મૃત્યુ (omicron death in uk)ની પુષ્ટિ થઈ છે.
બ્રિટનમાં દરરોજ સરેરાશ 45 હજાર નવા કેસો આવી રહ્યા છે
બ્રિટનમાં કોરોનાના આ નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ (omicron cases in uk) સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી બ્રિટનમાં કોરોના સંક્રમણના હજારો કેસ (corona cases in britain)ની પુષ્ટિ થઈ છે, જેમાં ઓમિક્રોનના કેસોની પણ નોંધપાત્ર સંખ્યા છે. ડિસેમ્બર મહિનામાં જ દરરોજ સરેરાશ 45 હજાર નવા કોરોના કેસ સામે આવી રહ્યા છે. ગત શનિવારે બ્રિટનમાં કોરોનાના 54 હજારથી વધુ કેસ નોંધાયા હતા, જેમાંથી 633 કેસ ઓમિક્રોનના હતા.