નવી દિલ્હી:નેશનલ મેડિકલ કમિશનએ (National Medical Commission) યુક્રેનથી પરત ફરી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓને મોટી રાહત (NMC offered medical studies to returnees from Ukraine) આપી છે. નેશનલ મેડિકલ કમિશન અનુસાર ત્યાંના મેડિકલ વિદ્યાર્થીઓ જેમની ઈન્ટર્નશિપ યુદ્ધ અને કોરોના જેવી સ્થિતિને કારણે અધૂરી રહી ગઈ છે, તેઓ તેને ભારતમાં પૂર્ણ કરી શકે છે. નેશનલ મેડિકલ કમિશનએ ઇન્ટર્નશિપ પૂર્ણ કરવા માટે માત્ર એક જ શરત મૂકી છે. જે વિદ્યાર્થીઓએ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (Foreign Medical Graduate Examination) પાસ કર્યું છે તેમને જ ઈન્ટર્નશિપ પૂર્ણ કરવાની તક મળશે.
ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન પરીક્ષાનું આયોજન
નેશનલ બોર્ડ ઓફ એજ્યુકેશન (National Board of Education) વિદ્યાર્થીઓ માટે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (Foreign Medical Graduate Examination) પરીક્ષાનું આયોજન કરે છે જેમણે વિદેશમાંથી પ્રાથમિક તબીબી ડિગ્રી લીધી છે અને ભારતમાં દવાની પ્રેક્ટિસ કરવા માગે છે. વિદેશમાં તબીબી અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ભારતમાં પ્રેક્ટિસ કરતા પહેલા FMGE પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.
આ પણ વાંચો:Operation Ganga: ભારતીય વાયુસેનાના ત્રણ વિમાનો 629 ભારતીયોને લઈને પહોંચ્યા દિલ્હી
યુક્રેનમાં હાલ 14 મોટી છે મેડિકલ કોલેજો
ભારતમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ માટે યુક્રેન જાય છે. તેનું મુખ્ય કારણ યુક્રેનમાં વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ અને સસ્તું તબીબી અભ્યાસ અને વિશ્વભરની યુક્રેનિયન યુનિવર્સિટીઓને આપવામાં આવેલી માન્યતા છે. યુક્રેનમાં હાલમાં 14 મોટી મેડિકલ કોલેજો છે, જેમાં 18,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ MBBS અને BDS કરી રહ્યા છે. યુક્રેનની લગભગ તમામ યુનિવર્સિટીઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા માન્યતા પ્રાપ્ત છે અને યુક્રેનની યુનિવર્સિટીઓમાંથી મેડિકલ ડિગ્રીને યુરોપિયન મેડિકલ કાઉન્સિલ અને યુનાઈટેડ કિંગડમની જનરલ મેડિકલ કાઉન્સિલ સહિત અન્ય ઘણા દેશો દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે.
આ પણ વાંચો:WAR 10th Day : રશિયા યુક્રેન ઘર્ષણ દસમાં દિવસે પણ યથાવત, તુર્કીએ મધ્યસ્થી કરવાનો કર્યો પ્રયાસ
18,000 ભારતીયો યુક્રેનથી સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા
યુક્રેન પર રશિયાના હુમલા બાદ ત્યાંથી વિદ્યાર્થીઓને પરત લાવવાની પ્રક્રિયા ચાલુ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, પ્રથમ એડવાઈઝરી જારી થયા બાદથી લગભગ 18,000 ભારતીયો યુક્રેનથી સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છે, જેમાંથી મોટાભાગના મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે.