બ્રસેલ્સ:નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશનના (NATO) સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે (Secretary General Jens Stoltenberg) જણાવ્યું હતું કે, લશ્કરી સંગઠન (Military organization) યુક્રેનમાં 'ફ્લાઇટ પ્રતિબંધિત ઝોન' (NATO Will Not Enforce Flight Restrictions In Ukraine) લાગુ કરશે નહીં કારણ કે આવા પગલાથી પરમાણુ સશસ્ત્ર રશિયા સાથે યુરોપના વ્યાપક યુદ્ધને વેગ મળશે. અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટોઈન બ્લિંકન અને નાટોના અન્ય સભ્ય દેશોના વિદેશ પ્રધાનોની બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ સ્ટોલ્ટનબર્ગે યુક્રેનની પીડાને સ્વીકારતા કહ્યું કે, રશિયન દળોએ યુક્રેનમાં (Ukraine Russia invasion) હુમલા તેજ કર્યા છે અને શહેરો અને અન્ય સ્થળો પર હુમલા કરી રહ્યા છે. ભારે બોમ્બ ધડાકાઓ થઈ રહ્યા છે. જેમાં 10 લાખથી વધુ લોકોને દેશ છોડવાની ફરજ પડી છે.
આ પણ વાંચો:રશિયા યુક્રેન ઘર્ષણ દસમાં દિવસે પણ યથાવત, તુર્કીએ મધ્યસ્થી કરવાનો કર્યો પ્રયાસ
નાટોની સુરક્ષાની બાંયધરી 30 સભ્ય દેશો માટે છે
"યુક્રેનમાં (Ukraine Russia War) જે થઈ રહ્યું છે તે ભયાનક અને પીડાદાયક છે," તેમણે કહ્યું. અમે બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં ન જોઈ હોય તેવા સ્તરે માનવીય વેદના અને વિનાશના સાક્ષી છીએ. આ સાથે સ્ટોલ્ટનબર્ગે કહ્યું કે, 'અમે ન તો યુક્રેનના ભૂમિ વિસ્તારમાં જઈ રહ્યા છીએ અને ન તો યુક્રેનના એરસ્પેસમાં જઈ રહ્યા છીએ. નાટોની સુરક્ષાની બાંયધરી 30 સભ્ય દેશો માટે છે અને સંધિની કલમ 5 કહે છે કે જો કોઈ એક સભ્ય દેશ પર હુમલો થશે તો તમામ સભ્યો તેની સુરક્ષા માટે આગળ આવશે. જો રશિયા નાટોના કોઈપણ યુદ્ધ જહાજને તોડી પાડે છે તો આવી સ્થિતિ આવી શકે છે.