અમેરિકા દ્વારા વધતા દબાવ બાદ પોતાની સીમાની અંદર ગેરકાયદેસર રીતે રહેતા લોકો પર પ્રતિબંધ લગાવાના પ્રયાસથી મેક્સિકોએ આ પગલુ ભર્યું છે.
અમેરિકાના દબાવ બાદ મેક્સિકોએ 311 ભારતીયોને ભારત પાછા મોકલ્યા - Latest International News
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી મેક્સિકો પર પ્રવાસી નીતિ કડક કરવાનો દબાવ કરે છે ત્યારે મેક્સિકોમાં ગેરકાયદેસર રીતે રહેતા 311 ભારતીયોને ટોલુબા સિટી આંતરરાષ્ટ્રીય એયરપોર્ટથી નવી દિલ્હી માટે સ્વદેશ પરત મોકલી અપાયા છે.
મેક્સિકો ઇમિગ્રેશન અધિકારીઓએ પહેલીવાર દેશમાંથી 311 ભારતીયોને ભારત પરત મોકલ્યા છે. મેક્સિકો ઇમિગ્રેશન સુત્રો દ્વારા અપાયેલી જાણકારી મુજબ આ તમામ લોકો એજંટોની મદદથી મેક્સિકો પહોંચ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું કે આ કામ માટે એજંટોએ પ્રતિ વ્યક્તિ 25 થી 30 લાખ રૂપીયા લીધા હતા.
અન્ય એક ઇમિગ્રેશન અધિકારીના જણાવ્યા અનુસાર હજૂ પણ બાકી રહેલા ભારતીયો સાથે પૂછતાછ કરાશે અને તેઓની પર પણ કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે, મેક્સિકોથી પરત મોકલાયેલા લોકોમાં મોટાભાગના લોકો પંજાબના રહેવાસી છે અને આ તમામ લોકોમાં એક મહિલા અને 310 પુરૂષ શામેલ છે.