ગુજરાત

gujarat

ETV Bharat / international

ઇટાલીમાં સોમવારે કોરોના વાઇરસને કારણે વધુ 812 લોકોના મોત, દેશમાં મૃતકોની કુલ સંખ્યા 11,591 - covid-19 latest news

ઇટાલીમાં સોમવારે વધુ 812 લોકોના મોત થતા દેશમાં મૃતકોની કુલ સંખ્યા 11,591 સુધી પહોંચી ગઇ છે. દેશમાં 4050 નવા દર્દીઓમાં કોરોના વાઇરસના ચેપની પુષ્ટિ થતા ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 1.01 લાખને વટાવી ગઇ છે.

etv bharat
કોરોના વાઇરસને કારણે વધુ 812 લોકોના મોત

By

Published : Mar 31, 2020, 10:58 AM IST

રોમઃ ઇટાલીમાં કોરોના વાઇરસના કારણે મોતનો સીલસીલો હજુ યથાવત છે. સોમવારે વધુ 812 લોકોના મોત થતા દેશમાં મૃતકોની કુલ સંખ્યા 11,591 સુધી પહોંચી ગઇ છે.

સોમવારે ઇટાલીમાં 4050 નવા દર્દીઓમાં કોરોના વાઇરસના ચેપની પુષ્ટિ થઇ હતી. જેના કારણે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 1.01 લાખને વટાવી ગઇ છે. સોમવારે આવેલા આ આંકડા બાદ ઇટાલી અમેરીકા બાદ સૌથી વધુ ચેપગ્રસ્ત ધરાવતો દેશ બની ગયો છે.

મહામારીના જાણકાર વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ઇટાલીમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની વાસ્તવિક સંખ્યા સત્તાવાર સંખ્યા કરતા પાંચથી 10 ગણી વધારે છે. જોકે વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું હતું કે, ઇટાલીમાં ફક્ત ગંભીર લક્ષણોવાળા લોકોનુ જ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેથી ત્યા વાસ્તવિક સંખ્યા સત્તાવાર સંખ્યા કરતા વધુ હોઇ શકે છે.

ABOUT THE AUTHOR

...view details