ગુજરાત

gujarat

ETV Bharat / international

ઇઝરાઇલે ભારત સહિત સાત દેશો માટે કોવિડને લઈ જાહેર કર્યું યાત્રા પરામર્શ - international

ઇઝરાઇલે ભારત સહિત સાત દેશો માટે કોવિડ માટેની પ્રવાસ સલાહકારીઓ જારી કરી છે. ઇઝરાયેલે તેના નાગરિકોને ચેતવણી આપી છે કે, કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારત, યુક્રેન, ઇથોપિયા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, મેક્સિકો અને તુર્કીની યાત્રા કરવાનું ટાળવું.

international
international

By

Published : Apr 23, 2021, 9:28 AM IST

  • ઇઝરાઇલે ભારત સહિત સાત દેશો માટે કોવિડને લઈ જાહેર કર્યું યાત્રા પરામર્શ
  • કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી કરાયો નિર્ણય
  • ભારત સહિત અન્ય સાત દેશો પણ શામેલ

યરુશલમ (ઇઝરાઇલ): ઇઝરાયેલે ગુરુવારે એક યાત્રા પરામર્શ બહાર પાડ્યો હતો જેમાં કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તેના નાગરિકોને ભારત, યુક્રેન, ઇથોપિયા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, મેક્સિકો અને તુર્કીની યાત્રા કરવાનું ટાળવાની ચેતવણી આપવામાં આવી છે.

કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી કરાયો નિર્ણય

આ પરામર્શ તે લોકો માટે પણ છે જે કોરોના સંક્રમણની મુક્ત થયાં છે અથવા તો રસીકરણ કરાવી ચૂક્યા છે.

આ પણ વાંચો: ઇઝરાઇલમાં માસ્ક પર છૂટ, શાળા શરૂ થતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ

ઇઝરાઇલની બહાર પ્રવાસ કરવાનું ટાળવાની સલાહ અપાઈ

ઇઝરાઇલના આરોગ્ય મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં સાત દેશોમાં કોવિડના ભયંકર સ્વરૂપની હાજરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને લોકોને શક્ય હોય તો ઇઝરાઇલની બહાર પ્રવાસ કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

ભારત સહિત અન્ય સાત દેશો પણ શામેલ

ઈઝરાયલમાં અત્યાર સુધીમાં 50 લાખથઈ વધુ લોકો કોવિડ-19ની વેક્સિન લગાવી ચૂક્યા છે અને ત્યાં રોજના 100થી પણ ઓછા કેસ સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો: આપણને ગ્રીન પ્લેનટ જોઈએ છે પણ દુનિયા રેડ એલર્ટ પર છે : એન્ટોનિયો ગુટારેસ

ઇઝરાઇલમાં ઘરની બહાર ફેસ માસ્ક પહેરવામાં છૂટ અપાઈ

ઉલ્લેખનીય છે કે, ઇઝરાઇલમાં માસ્ક પહેરવાનો નિયમ રવિવારથી હટાવવામાં આવ્યો હતો. આ અંગે, આરોગ્ય પ્રધાન યૂલી એડેલસ્ટેનએ ગુરુવારે જાહેરાત કરી હતી. સમાચાર એજન્સી સિન્હુઆના અહેવાલ મુજબ, એડલસ્ટેનએ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમણે મંત્રાલયના ડાયરેક્ટર જનરલ હેજી લેવીને માસ્ક પહેરવાના પ્રતિબંધને રદ કરવાના આદેશ પર હસ્તાક્ષર કરવા સૂચના આપી હતી.

ABOUT THE AUTHOR

...view details