ગુજરાત

gujarat

ETV Bharat / international

આયરલેન્ડે લોન્ચ કરી કોવિડ-19 ટ્રેકર એપ, કોરોનામાં મળશે મદદ - ગૂગલ

આયરલેન્ડે કોવિડ-19 સંપર્ક એપ લોન્ચ કરી છે. જે એપલ અને ગૂગલ દ્વારા વિકસીત નોટિફિકેશન API પર આધારિત છે.

આયરલેન્ડે લોન્ચ કરી કોવિડ-19 ટ્રેકર એપ, કોરોનામાં મળશે મદદ
આયરલેન્ડે લોન્ચ કરી કોવિડ-19 ટ્રેકર એપ, કોરોનામાં મળશે મદદ

By

Published : Jul 8, 2020, 6:51 PM IST

ડબલિન : આયરલેન્ડે એક કોવિડ-19 સંપર્ક ટ્રેસિંગ એપ લોન્ચ કરી છે. જે એપલ, ગૂગલ દ્વારા વિકસિત એક્સપોઝર નોટિફિકેશન API પર આધારિત છે. જેનાથી કોન્ટ્રાક્ટ ટ્રેસની સાથે સાથે કોરોના વાઇરસના પ્રસારને પણ ધીમી કરવામાં મદદ મળશે.

આયરલેન્ડમાં ઉપયોગ કરનાર એપ સ્ટોરની સાથે-સાથે ગૂગલ પ્લે સ્ટોરથી 'કોવિડ ટ્રેકર આયરલેન્ડ' એપ ડાઉનલોડ કરી શકો છો. જો આ એપ ઉપયોગ કરનાર કોઇ કોરોના સંક્રમિતના સંપર્કમાં આવો તો આ એપ તુરંત સૂચના આપશે.

સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું કે, આ એપ પર ડેટાનું કેન્દ્રીયકરણ નહીં થાય. એપના માધ્યમથી વ્યક્તિ જાણી શકશે કે તેના સંપર્કમાં કેટલા કોરોના સંક્રમિત આવ્યા. આ એપથી ઉપયોગકર્તા પોતાના ડેટા સંપુર્ણ પણે નિયંત્રણ કરશે.

ABOUT THE AUTHOR

...view details