નવી દિલ્હીઃવડાપ્રધાનની વિશેષ બેઠક બાદ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ યુક્રેનમાં (Russia Ukraine War) ફસાયેલા વિદ્યાર્થીઓ અંગે ઘણી મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે કહ્યું કે 20 હજાર ભારતીયો ફસાયેલા છે, જેમાંથી લગભગ 12 હજાર વિદ્યાર્થીઓ યુક્રેન છોડી ચૂક્યા છે. એટલે કે તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. 8,000 વિદ્યાર્થીઓમાંથી અડધા ખાર્કિવ અને સુમી વિસ્તારોમાં ફસાયેલા છે અને બાકીના અડધા પશ્ચિમ યુક્રેન તરફ આગળ વધી રહ્યા છે. એટલે કે યુક્રેનની રાજધાની કિવમાં (There are no Indian students in Kiev) હવે કોઈ ભારતીય વિદ્યાર્થીઓ નથી.
26 વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ (Foreign Secretary Harshvardhan Sringala) કહ્યું કે, અત્યાર સુધીની માહિતી મુજબ કિવમાં ફસાયેલા કોઈપણ ભારતીય વિદ્યાર્થીએ દૂતાવાસને ફોન કર્યો નથી. એવું લાગે છે કે કિવમાંથી તમામ ભારતીયો પશ્ચિમ યુક્રેન તરફ આગળ વધી રહ્યા છે. આગામી ત્રણ દિવસમાં ઓછામાં ઓછી 26 વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ ફ્લાઈટ્સ બુકારેસ્ટ અને બુડાપેસ્ટથી ઓપરેટ થશે. વિદેશ સચિવે કહ્યું કે પોલેન્ડ અને સ્લોવાકિયાના એરપોર્ટનો પણ ઉપયોગ કરી શકાય છે.
આ પણ વાંચો:ભારતીય વિદ્યાર્થી નવીનના મોત બાદ, તેના મિત્રએ કર્યો આ વિડીયો શેર
આજે બીજી ફ્લાઈટને ફ્લેગ ઓફ કરવામાં આવશે
વિદેશ મંત્રાલયે કહ્યું કે, યુક્રેનને માનવતાવાદી સહાય આપવામાં આવી રહી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર એક ફ્લાઈટ પોલેન્ડ થઈને ગઈ હતી. જેમાં દવા અને રાહત સામગ્રીનો સમાવેશ હતો. આજે બુધવારે બીજી ફ્લાઈટને ફ્લેગ ઓફ કરવામાં આવશે. વિદેશ સચિવે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો ફોન આવ્યો હતો. તેમણે વર્તમાન કટોકટી વિશે વાત કરી હતી. ફ્રાન્સના રાજદૂત એમેન્યુઅલ લેનેને ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે ફ્રાન્સ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરવા, નાગરિકોની સુરક્ષા અને અવિરત માનવતાવાદી સહાય માટે આહવાન કરવા માટે એક ઠરાવ રજૂ કરશે.