- બ્રિટનના APPGના સાંસદોએ કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો
- માનવ અધિકારો પર એક પ્રસ્તાવ રાખ્યો, ભારતે કરી ટીકા
- ભારતીય હાઈકમિશને કહ્યું- દાવાની સાથે પુરાવા પણ રજૂ કરો
લંડન: બ્રિટનમાં કાશ્મીરને લઇને ઑલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (APPG)ના સાંસદોએ માનવ અધિકારો પર એક પ્રસ્તાવ રાખ્યો છે જેની ભારતે સખ્ત ટીકા કરી છે. વિદેશ, રાષ્ટ્રમંડળ અને વિકાસ કાર્યાલય (FCDO)માં એશિયાની મંત્રી અમાંડા મિલિંગે ગુરૂવારના ચર્ચામાં દ્વિપક્ષીય મુદ્દા તરીકે કાશ્મીર પર બ્રિટન સરકારના વલણમાં કોઈ પરિવર્તન ન આવ્યું હોવાની વાતનું પુનરાવર્તન કર્યું છે.
સમાધાન આપવાની જવાબદારી બ્રિટનની નથી: અમાંડા મિલિંગ
મિલિંગે કહ્યું કે, "સરકાર કાશ્મીરમાં સ્થિતિને ઘણી ગંભીરતાથી લે છે, પરંતુ ભારત અને પાકિસ્તાને જ કાશ્મીરના લોકોનું સન્માન કરતા સ્થાઈ રાજકીય સમાધાન શોધવું પડશે. બ્રિટનની જવાબદારી આનું કોઈ સમાધાન આપવું અથવા મધ્યસ્થ તરીકે કામ કરવાની નથી."
પાકિસ્તાની મૂળની સાંસદની ભાષા પર ભારતે ઉઠાવ્યો વાંધો
ભારત સરકારે આ ચર્ચામાં ભાગ લઈ રહેલા સાંસદો ખાસ કરીને પાકિસ્તાની મૂળની સાંસદ નાઝ શાહ દ્વારા ઉપયોગ કરવામાં આવેલી ભાષા પર નારાજગી વ્યક્ત કરી. લંડનમાં ભારતીય હાઈકમિશનના એક અધિકારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધવાની ટીકા કરી અને કાશ્મીરને ભારતનો અભિન્ન ભાગ ગણાવ્યું.