ગુજરાત

gujarat

ETV Bharat / international

બ્રિટનના ગુરુ અર્જણ દેવ ગુરુદ્વારા પર અજાણ્યા શખ્સે કર્યો હુમલો - અર્જણ દેવ ગુરુદ્વારા લંડન

યુનાઇટેડ કિંગડમના ડર્બીમાં શ્રીગુરુ અર્જણ દેવ ગુરુદ્વારામાં સોમવારે સવારે અજાણ્યા હુમલાખોરે હુમલો કર્યો હતો. યુકેમાં લોકડાઉનને કારણે આ ગુરુદ્વારામાં દરરોજ 500 લોકોને ભોજન પીરસવામાં આવતું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો...

લંડન
લંડન

By

Published : May 25, 2020, 10:37 PM IST

ડર્બી: યુનાઇટેડ કિંગડમના ડર્બીમાં શ્રીગુરુ અર્જણ દેવ ગુરુદ્વારામાં સોમવારે સવારે અજાણ્યા હુમલાખોરે હુમલો કર્યો હતો. યુકેમાં લોકડાઉનને કારણે આ ગુરુદ્વારામાં દરરોજ 500 લોકોને ભોજન પીરસવામાં આવતું હતું.

બ્રિટનના ગુરુ અર્જણ દેવ ગુરુદ્વારા પર અજાણ્યા શખ્સે કર્યો હુમલો

ગુરુદ્વારાએ જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એક વ્યક્તિ ત્યાંના સમયે સવારે છ વાગ્યે ગુરુદ્વારા પરિસરમાં પ્રવેશ્યો અને મકાનને નુકસાન પહોંચાડ્યું હતું. જો કે, આ હુમલામાં કોઈ પણ વ્યક્તિના ઇજાગ્રસ્ત થવાના સમાચાર નથી.

સ્થાનિક ગુરુદ્વારા સમિતિ દ્વારા હુમલાના સીસીટીવી ફૂટેજ કાઢવામાં આવી રહ્યાં છે. સમિતિએ લોકોને હુમલો કરનારને ઓળખવામાં મદદ કરવા જણાવ્યું છે. કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો દાવો છે કે, હુમલાખોરે ગુરુદ્વારામાં તોડફોડ કર્યા બાદ એક નોંધ પણ છોડી છે.

ABOUT THE AUTHOR

...view details