ગુજરાત

gujarat

ETV Bharat / international

ગ્લોબલ કોવિડ-19 ટ્રેકર: વિશ્વભરમાં 2.48 લાખથી વધુ લોકોના મોત - ગ્લોબલ કોવિડ-19 ટ્રેકર

કોરોના વાઈરસે યુ.એસ.માં 68,598 અને ઈટાલી, બ્રિટન અને સ્પેનમાં 25,000 લોકો સહિત વિશ્વભરમાં 2,48,000થી વધુ લોકોના મોત નિપજ્યા છે. લોકડાઉનને કારણે કારખાના અને ધંધા બંધ હોવાના કારણે 10 લાખો લોકોને કામમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

Global COVID-19 tracker
ગ્લોબલ કોવિડ-19 ટ્રેકર

By

Published : May 4, 2020, 12:21 PM IST

હૈદરાબાદ: વિશ્વમાં કુલ 35,66,230થી વધુ લોકોને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે. જ્યારે વિશ્વભરમાં 2,48,285થી વધુ લોકોના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં 11,54,031થી વધુ લોકો સ્વસ્થ થયા છે.

નવા કોરોના વાઈરસના કેસોમાં મોટાભાગના લોકોમાં હળવા અથવા મધ્યમ લક્ષણો જોવા મળી રહ્યા છે. વૃદ્ધ વયસ્કો અને વર્તમાન આરોગ્ય સમસ્યાવાળા લોકો માટે કોરોના વાઈરસ વધુ ગંભીર અથવા મૃત્યુનું કારણ બની શકે છે.

ગ્લોબલ કોવિડ-19 ટ્રેકર

ન્યૂઝિલેન્ડમાં સોમવારે કોઈ નવા કોરોના વાઈરસના કેસ નોંધાયા નથી. આ બાબત કોરોના વાઈરસને દૂર કરવાના પ્રયાસની દેશની હિંમત વ્યૂહરચના દર્શાવે છે.

ચીનમાં સોમવારે કોરોના વાઈરસના 3 નવા કેસ નોંધાયા હતા. આ લોકોને વિદેશથી લાવવામાં આવ્યા હતા. ચીનમાં કોવિડ-19ના 82,880 કેસો અને 4,633 મૃત્યુ નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details