વૉશિંગ્ટનઃ કોરોના વાઇરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. વિશ્વના મોટાભાગના દેશોમાં ફેલાયેલા કોરોના વાઇરસનો પ્રકોપ ઓછું થવાનું નામ લેતો નથી.
આ જીવલેણ વાઇરસથી દુનિયાભરમાં અત્યાર સુધીમાં 2 લાખ 34 હજાર 112 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 33 લાખ 8 હજાર 548 લોકો તેનાથી સંક્રમિત થયા છે.
આ વાઇરસથી અત્યાર સુધીમાં 10 લાખ 42 હજાર 953 લોકો સ્વસ્થ થયા છે. પુરા વિશ્વમાં કોરોનાના 2,031,480 એક્ટિવ કેસ છે.
કોરોનાને લઇને સૌથી ગંભીર સ્થિતિ અમેરિકા, ઇટલી અને સ્પેન, બ્રિટેનમાં છે.
અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 63,861 લોકોના મોત થયા છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 187 નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 10 લાખ 95 હજાર 210 છે, તો દેશમાં એક્ટિવ કેસ 875,612 છે.
રુસમાં કોરોના સંક્રમણના કેસો ખૂબ જ વધી ગયા છે. વર્લ્ડોમીટરના આંકડા અનુસાર અહીં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 6 હજાર 498 પહોંચી છે. જો કે, અહીં મોતના આંકડા અન્ય દેશોની સરખામણીએ ઓછા છે. રુસમાં કોવિડ 19થી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 1 હજાર 73 છે.