પેરિસ: ફ્રાન્સમાંકોવિડ -19ના કેસોની (Cases of Covid-19 In India) સંખ્યામાં થતા તીવ્ર વધારા વચ્ચે સત્તાધીશોએ શનિવારે વિશેષ જાહેરાત કરી કે, હવેથી છ વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોએ જાહેર સ્થળો પર ફરજિયાત માસ્ક પહેરવા (rising corona cases in France) પડશે. ફ્રાન્સમાં સતત ચોથા દિવસે કોરોના વાયરસનું નવું સ્વરૂપ ઓમિક્રોનથી (New Variant Omicron) સંક્રમણના 2,00,000થી વધુ નવા કેસો નોંધાયા છે. આ નિર્ણય ફ્રાન્સ સરકારે કોરાનાના વધતા કેસો વચ્ચે સ્કુલો બંધ ના કરવી પડે તે હેતુથી લેવામાં આવ્યો છે.
ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક લેવું અનિવાર્ય
સોમવારે ફ્રાન્સમાં વર્ગો ફરી શરૂ થશે આ સાથે નાના બાળકોએ તમામ જાહેર સ્થળો, રમતગમતના મેદાન ઉપરાંત સંકુલ સહિત પૂજા સ્થાનો પર માસ્ક પહેરવવું પડશે. આ આદેશ પેરિસ અને લિયોન જેવા શહેરો સુધી લંબાવવામાં આવ્યો છે. તાજેતરમાં જ અહીં ઘરની બહાર નીકળતા સમયે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
2022ના આગમન સાથે કોરોનાના 2,19,126 કેસ પ્રકાશિત થયા
નવા વર્ષના પ્રથમ દિવસે ફ્રાન્સમાં 2,19,126 નવા કેસ નોંધાયા હતા, જે 2021ના છેલ્લા દિવસના પ્રમાણમાં કેસો સહેજ ઓછા છે.