નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોના દર્દીની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર સમગ્ર દુનિયામાં સંક્રમિતોની સંખ્યા 12,14,973 છે. જ્યારે 67,841 લોકોનાં મોત થયાં છે.
ચીનમાં ડીસેમ્બરમાં વાઇરસ સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. ત્યારથી લઇને અત્યાર સુધી દુનિયાના 191 દેશમાં 12,77,580 લોકોના સંક્રમણની પુષ્ટી થઇ છે. આમાંથી 2,43,300 લોકો સ્વસ્થ થયા છે.
આ સંખ્યા વિવિધ રાષ્ટ્રીય અધિકારીઓ અને વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી પ્રાપ્ત ડેટાના આધારે બહાર પાડવામાં આવી છે.
એએફપીના કાર્યાલયોએ વિવિધ રાષ્ટ્રીય અધિકારીઓ અને વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી પ્રાપ્ત ડેટાના આધારે આ સંખ્યા જાહેર કરવામાં આવી છે. જો કે, એજન્સીનું માનવું છે કે, કોવિડ-19ના દર્દીઓની વાસ્તવિક સંખ્યા આનાથી ઘણી વધુ હોઈ શકે છે. કારણ કે, ઘણા દેશો માત્ર ગંભીર કેસમાં જ કોરોનાની તપાસ કરાવે છે.
ઈટલીમાં આમ તો કોરોના વાઇરસ સંક્રમણથી પ્રથમ મોત ફેબ્રુઆરીના અંતમાં થયું હતું, પરંતુ અહીંયા કોવિડ-19થી મરનારા લોકોની સંખ્યા 15,877 થઇ છે. દેશમાં 1,28,948 લોકો સંક્રમિત છે, જ્યારે 21,815 લોકો સ્વસ્થ થયાં છે.