પેરિસ:ફ્રાન્સની સાંસદે (France’s parliament approved a law ) રવિવારે એક કાયદાને મંજૂરી (New Virus Law) આપી છે, જે રેસ્ટોરાં, સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને અન્ય સમાન સ્થળોએ વેક્સિન ન લેનારા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ (requires full vaccination ) મૂકશે. નવા વેરિઅંન્ટ ઓમિક્રોનના કારણે રેકોર્ડ સંખ્યામાં કોરોનાના કેસ નોંધાયા છે, તે વચ્ચે હોસ્પિટલોને સુરક્ષિત રાખવાના સરકારના પ્રયાસોના ભાગરૂપે આ કરવામાં આવ્યું છે.
નેશનલ એસેમ્બલીએ બિલની તરફેણમાં 215 મત આપીને કાયદો સ્વીકાર્યો
નેશનલ એસેમ્બલીએ બિલની તરફેણમાં 215 મત આપીને કાયદો સ્વીકાર્યો. કેન્દ્રવાદી પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને બિલને ઝડપથી પસાર કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દક્ષિણપંથી અને વામપંથી ધારાશાસ્ત્રીઓના વિરોધ અને સેંકડો પ્રસ્તાવિત સુધારાઓને કારણે તેમાં વિલંબ થયો.
91 ટકા પુખ્ત વયના લોકોને રસી આપવામાં આવી