લંડન: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસને શુક્રવારે ખુલાસો કર્યો કે તે કોરોના પોઝિટિવ છે, તેમણે ઉમેર્યું હતું કે તેઓ સેલ્ફ આઇશોલેશનમાં રહીને પોતાનું કાર્ય ચાલુ રાખશે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી છે.
વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું હતું કે 'તમે ફાઇટર છો અને તમે પણ આ પડકારનો સામનો કરી શકો છો. તમારા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના અને સ્વસ્થ બ્રિટન માટે શુભેચ્છાઓ.'