રાજીનામા બાબતે વડાપ્રધાન થેરેસા મેએ જાહેર કર્યુ હતું કે, હું જૂનની શરૂઆતમાં બ્રેક્ઝિટ ડીલને જાહેર કરીને રાજીનામું આપીશ. થેરેસા મે વિવાદિત બ્રેક્ઝિટ વિડ્રોલ એગ્રીમેન્ટ 3 જૂનના રોજ સંસદમાં રજૂ કરશે. બ્રેક્ઝિટ ડીલને અગાઉ 3 વખત બ્રિટનની સંસદમાં હારનો સામનો કરવો પડ્યો છે.
બ્રિટનના વડાપ્રધાન 'થેરેસા મે' જૂનમાં આપશે રાજીનામું
લંડન: બ્રિટનના વડાપ્રધાન તરીકે ફરજ બજાવી રહેલા થેરેસા મે ટૂંક સમયમાં વડાપ્રધાનપદ પરથી રાજીનામું આપશે. થેરેસા મેએ કન્ઝર્વેટીવ પાર્ટીના નેતાના રૂપમાં રાજીનામું આપવા માટે સહમતિ દર્શાવી છે. થેરેસાના રાજીનામા પછી તરત જ ડ્રાઉનિંગ સ્ટ્રીટ પર એક નવા નેતા માટે માર્ગ મોકળો બનશે.
ફાઈલ ફોટો
બ્રિટિશ સંસદમાં બ્રેક્ઝિટ ડીલને 3 વખત ફગાવી દેવામાં આવ્યુ છે. ચોથી વખત બ્રિટીશ સંસદમાં સાંસદોની સામે 3 જૂને રજૂ કરવામાં આવશે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિટનના પ્રવાસે આવી રહ્યા છે. સરકારી સૂત્રોના અનુસાર, ગરમીની રજા પહેલા બ્રિટનના લિડરશીપમાં પરિવર્તન આવશે. બોરિસ જોનસનએ પોતાને સંભવિત લીડર તરીકે પ્રસ્થાપિત કર્યા છે.