ગુજરાત

gujarat

ETV Bharat / international

બ્રિટને લગાવ્યો ચીનનાં 4 અધિકારીઓ પર પ્રતિબંધ, આ કારણથી લીધો નિર્ણય

ચીનના ઝિનજિયાંગ પ્રાંતમાં યુઇગરો અને અન્ય લઘુમતીઓના માનવાધિકાર ઉલ્લંઘનના મામલામાં યુકે સરકારે મોટો નિર્ણય લીધો છે. બ્રિટનના વિદેશ પ્રધાન ડોમિનિક રાબે જાહેરાત કરી છે કે માનવાધિકાર ઉલ્લંઘન માટે જવાબદાર લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે.

બ્રિટને લગાવ્યો ચીનનાં 4 અધિકારીઓ પર પ્રતિબંધ, આ કારણથી લીધો નિર્ણય
બ્રિટને લગાવ્યો ચીનનાં 4 અધિકારીઓ પર પ્રતિબંધ, આ કારણથી લીધો નિર્ણય

By

Published : Mar 23, 2021, 2:42 PM IST

  • યુકે સરકારે મોટો નિર્ણય લીધો
  • માનવાધિકાર ઉલ્લંઘનના ગુનેગારો' સામે પ્રતિબંધ
  • બ્રિટનના વિદેશ પ્રધાન ડોમિનિક રાબે જાહેરાત કરી

લંડન: યુરોપિયન યુનિયન, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સની જેમ યુકે સરકારે પણ ચાઇનાના ઝિંજિયાંગ પ્રાંતમાં ચાઇના સરકારી અધિકારીઓને યુઇગરો અને અન્ય લઘુમતીઓના માનવાધિકાર ઉલ્લંઘનના મામલે પ્રતિબંધ મૂક્યો હતો. બ્રિટનના વિદેશ પ્રધાન ડોમિનિક રાબે જાહેરાત કરી છે કે ' માનવાધિકાર ઉલ્લંઘનના ગુનેગારો' સામે પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય સમુદાયના સંકલન હેઠળ લેવામાં આવેલું પગલું છે.

આ પણ વાંચોઃભારત-અમેરિકા સંબંધ ગાંધી-લૂથર કિંગના વારસાની સાક્ષી આપે છેઃ ભારતીય ડિપ્લોમેટ

આરબે જણાવ્યું હતું કે, બ્રિટન પ્રથમ વખત ચીનમાં ચાર સરકારી અધિકારીઓ અને ઝિંજિયાંગમાં એક સુરક્ષા સંસ્થા પર મુસાફરી અને નાણાકીય પ્રતિબંધો લાદશે. "અમે અમારા આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે સંકલન કરીને માનવાધિકારના ઉલ્લંઘન માટે જવાબદાર લોકો પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ,"

ABOUT THE AUTHOR

...view details