ગુજરાત

gujarat

ETV Bharat / international

કઝાકિસ્તાનમાં વિમાન થયું ક્રેશ, 4નાં મોત - વિમાન દુર્ઘટના

કઝાકિસ્તાનની બોર્ડર ગાર્ડ એજન્સી દ્વારા સંચાલિત એક વિમાન શનિવારે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 4 લોકોનાં મોત થયાં હતા.

Kazakhstan
Kazakhstan

By

Published : Mar 14, 2021, 9:21 AM IST

  • કઝાકિસ્તાનમાં શનિવારે વિમાન ક્રેશ થયું હતું
  • દુર્ઘટનામાં 4 લોકોનાં મોત
  • વિમાન રનવેથી ભટક્યું હતું જે દરમિયાન ક્રેશ થયું

મોસ્કો: કઝાકિસ્તાનની બોર્ડર ગાર્ડ એજન્સી દ્વારા સંચાલિત વિમાન શનિવારે ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર ક્રૂના સભ્યોમાંથી ચાર લોકોના મોત થયાં હતા. આ વાતની માહિતી અધિકારીઓએ આપી હતી.

આ પણ વાંચો:પાકિસ્તાન વિમાન દુર્ઘટના: PM મોદી અને પાકિસ્તાનના PM ઈમરાન ખાને વ્યક્ત કર્યો શોક

વિમાન દુર્ઘટના દરમિયાન ક્રૂના બે સભ્યોનો બચાવ

રશિયાની સરકાર દ્વારા સંચાલિત ન્યૂઝ એજન્સીએ કઝાકિસ્તાનના આરોગ્ય અધિકારીઓને તરફથી જણાવ્યું હતું કે, વિમાન દુર્ઘટના દરમિયાન ક્રૂના બે સભ્યો બચી ગયા હતા.

એરપોર્ટ પર ઉતરતી વખતે વિમાન રનવેથી ભટક્યું હતું

સ્થાનિક મીડિયાએ એરપોર્ટ અધિકારીઓ તરફથી કહ્યું હતું કે, દેશના સૌથી મોટા શહેર અલમાટીમાં એરપોર્ટ પર ઉતરતી વખતે વિમાન રનવેથી ભટક્યું હતું જે દરમિયાન તે ક્રેશ થયું હતું. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો:ઇન્ડોનેશિયા : શ્રીવિજ્યા એરનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 62 લોકો હતા સવાર

ABOUT THE AUTHOR

...view details