- વિશ્વના ઘણા નેતાઓએ પાઠવી દિવાળીની શુભકામનાઓ
- US પ્રમુખ, UKના વડાપ્રધાન સહિત વિશ્વની ઘણી મોટી હસ્તીઓએ શુભકામનાઓ પાઠવી
- હિન્દુઓ, શીખો, જૈનો અને બૌદ્ધોને દિવાળીની શુભેચ્છા: બાઈડેન
નવી દિલ્હી: US પ્રમુખ જો બાઈડેન (Joe Biden), UKના વડાપ્રધાન બોરિસ જોન્સન (Boris Johnson) અને અન્ય ઘણી અગ્રણી હસ્તીઓએ દિવાળીના અવસર પર ભારતીય નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. બાઈડેનની ઓફિસે ટ્વીટ કર્યું કે, હું ઈચ્છું છું કે દિવાળીનો પ્રકાશ આપણને અંધકારથી આગળ જ્ઞાન, વિવેક અને સત્ય લાવે. વિભાજનની આગળ એકતા છે. નિરાશાની આગળ આશા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમેરિકા અને સમગ્ર વિશ્વમાં આ તહેવારની ઉજવણી (Happy Diwali 2021) કરી રહેલા હિન્દુઓ, શીખો, જૈનો અને બૌદ્ધોને દિવાળીની શુભેચ્છા.
આ પણ વાંચો:Diwali 2021 : ભારત અને પાકિસ્તાનની સેનાઓએ એકબીજાને મીઠાઈની આપી ભેટ
વિશ્વમાં પ્રકાશના તહેવારની ઉજવણી કરી રહેલા દરેકને દિવાળીની શુભકામનાઓ: કમલા હેરિસ
USના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે એક વીડિયો સંદેશમાં લોકોને પ્રકાશનું સન્માન કરવા અને જરૂરિયાતમંદોને મદદ કરવાનો હાથ લંબાવવાની યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે, અમેરિકા અને સમગ્ર વિશ્વમાં પ્રકાશના તહેવારની ઉજવણી (Happy Diwali 2021) કરી રહેલા દરેકને દિવાળીની શુભકામનાઓ.
આ પણ વાંચો: ETV Bharat તરફથી તમામ દર્શકોને નવા વર્ષ રામ રામ....