- વિયેતનામમાં ભારત-UKમાં ફેલાયેલા કોવિડ વેરિયન્ટથી બનેલા હાઈબ્રિડ મળ્યા
- વિયેતનામે એક નવા કોરોના વાઈરસના સ્ટ્રેનની શોધી કરી
- આ વાઈરસ હવામાં ઝડપથી ફેલાય છે
વિયેતનામ: દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થવા લાગ્યો છે. ત્યારે બીજી લહેર પર મોટાભાગનો કાબૂ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ આ વચ્ચે એક ચિંતા વધારનારા સમાચાર સામે આવ્યા છે. વિયેતનામના સ્વાસ્થ્યપ્રધાને આ માહિતી શનિવારના રોજ આપી હતી, તેઓએ કહ્યું હતું કે, વિયેતનામે એક નવા કોરોના વાઈરસના સ્ટ્રેનની શોધી કરી છે. ભારત-યુકેમાં મળેલા COVID-19 વેરિયન્ટનું એક સંયોજન છે અને જે હવામાં ઝડપથી ફેલાય છે.
આ પણ વાંચો: એન્ટીજન અને RT-PCR ટેસ્ટમાં પણ ન પકડાતો નવો કોરોના સ્ટ્રેન
વિયેતનામે એક નવા કોરોના વાઈરસના સ્ટ્રેનની શોધી કરી
વિયેતનામે એક નવા કોરોના વાઈરસના સ્ટ્રેનની શોધી કરી છે, જે હવામાં ઝડપથી ફેલાય છે. વિયેતનામના આરોગ્ય પ્રધાને દાવો કર્યો છે કે, આ પ્રકાર ભારત અને બ્રિટનમાં જોવા મળતા સ્ટ્રેનનું મિશ્રણ છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ, શનિવારના રોજ સ્વાસ્થ્યપ્રધાન ગુયેન થાન લોન્ગે એક રાષ્ટ્રીય બેઠકમાં કહ્યું કે, "અમે એક નવું હાઈબ્રિડ શોધ્યો છે. જે ભારત અને બ્રિટનમાં ફેલાયેલા સ્ટ્રેનનું મિશ્રણ છે"
આ પણ વાંચો: હિમાચલ પ્રદેશમાં કોરોનાનો પ્રથમ વખત UK સ્ટ્રેન મળી આવ્યો
આ વાઈરસ હવામાં ઝડપથી ફેલાય છે
આ વાઈરસની વિશેષતા એ છે કે, તે હવામાં ઝડપથી ફેલાય છે. ગળામાં આ વાઈરસનું પ્રમાણ ઝડપથી વધે છે અને આસપાસના વાતાવરણમાં ઝડપથી ફેલાય છે. જો કે, લોન્ગે એ ન જણાવ્યું કે, હાલ વિયેતનામમાં નવા વેરિયન્ટના કેટલા કેસ સામે આવ્યા છે. જણાવી દઈએ કે, આ જાહેરાત પહેલા વિયેતનામમાં 7 વેરિયન્ટ ફેલાયેલા હતા. સ્વાસ્થ્યપ્રધાને જણાવ્યું કે, વેરિયન્ટ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવશે. જો કે, સમગ્ર મામલે WHO તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. ભારતમાં મળેલા વેરિયન્ટને B.1.617.2, જ્યારે બ્રિટનમાં મળેલા વેરિયન્ટને B.1.1.7 નામ આપ્યું છે.