વોશિંગ્ટન: કોરોનાની વૈશ્વિક બિમારી સામે લડવા યુએસ અને ચીન વચ્ચે પહેલેથી તણાવ ચાલી રહ્યો છે, ત્યારે યુએસ સંસદે ચીનમાં રહેલા લઘુમતીઓ પર થતા અત્યાચાર સામે કટક કાર્યવાહી માટે કરવા મતદાન કર્યું છે.
બુધવારે યુએસ સંસદમાં દ્વિપક્ષીય વિધેયક પસાર કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત પશ્ચિમી ઝિંજિઆંગ ક્ષેત્રમાં ઉયગર અને અન્ય લધુમતિ જૂથો પર નજર રાખવા પર ચીની અધિકારીઓ પર પ્રતિબંધ મૂક્યો હોવાનું કહેવાય છે. આ ખરડો સેનેટમાં પહેલાથી જ પસાર થઈ ચૂક્યો છે અને હવે કાયદામાં રૂપાંતરિત કરવા માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સહીની જરૂર છે.