નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસ નવી દિલ્હી પર થતી હિલચાલ પર સતત નજર રાખી બેઠા છે. જ્યાં આજ ત્રણ દિવસથી સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણ સાથે પથ્થરમારો અને આગના બનાવો બની રહ્યાં છે. આ હિસામાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત નિપજ્યા છે.
આજ ત્રણ દિવસથી રાજધાની દિલ્હી જાણે ભડભડ બળતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેમાં CAA વિરોધીઓએ અમેરિકન પ્રમુખ રાજધાનીમાં આવતાની સાથે જ વિરોધ પ્રદર્શન કરવાનો શરૂ કર્યો હતો. જેમાં વિરોધીઓએ પથ્થરમારો કરતા એક હેડ કોન્સ્ટેબલનું મોત નિપજ્યુ હતું. આ સાથે અનેક હિંસક અથડામણો થઇ હતી. જેમાં મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 24 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 189 લોકો ઘાયલ થયા છે.