ગુજરાત

gujarat

ETV Bharat / international

આતંકવાદી સમૂહ ટીટીપીના પ્રમુખ નૂર વલી મહેસુદ વૈશ્વિક આતંકવાદી જાહેર

આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ સામેની મોટી કાર્યવાહીમાં સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન તહરિક-એ-તાલિબાનના નેતા મુફ્તી નૂર વલી મેહસુદને વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરાયો છે. આ કાર્યવાહીથી ભારતના દાવાને પુષ્ટિ મળી છે, જેમાં તેમ કહેવાતું રહ્યું છે કે પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે.

આતંકવાદી સમૂહ
આતંકવાદી સમૂહ

By

Published : Jul 17, 2020, 4:50 PM IST

ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્રએ આતંકવાદી સમૂહ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) ના વડા નૂર વાલી મેહસુદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 આઈએસઆઈએલ અને અલ કાયદા પ્રતિબંધ સમિતિએ ગુરુવારે 42 વર્ષીય મહેસુદને પ્રતિબંધિતની સૂચિમાં મૂકી દીધો છે. હવે આ પાકિસ્તાની નાગરિકની યાત્રા પર પ્રતિબંધ લગાવી શકાશે અને હથિયારો રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

પ્રતિબંધ સમિતિએ કહ્યું હતું કે 'અલ કાયદા સંબંધિત જૂથોને ટેકો આપવા, તેમની આતંકવાદી પ્રવૃત્તિઓને નાણાં આપવા, તેમની યોજના ઘડવા અને અંજામ આપવા' માટે મહેસુદને આ યાદીમાં મૂકવામાં આવ્યો છે.

જૂન 2018 માં તહરિક-એ-તાલિબાન પાકિસ્તાનના પ્રમુખ મૌલાના ફઝલુલ્લાહના નિધન પછી મહેસુદ આ આતંકવાદી સંગઠનનો પ્રમુખ બન્યો હતો.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અલ કાયદા સાથે સંબંધ રાખવા બદલ 29 જુલાઈ, 2011 ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ બ્લેક લિસ્ટમાં નોખ્યો હતો.

સમિતિએ કહ્યું કે જૂથે 1 મે, 2010 ના ટાઇમ્સ સ્ક્વેર પર બોમ્બ બ્લાસ્ટ કરવાની જવાબદારી લીધી હતી. તેણે એપ્રિલ 2010 માં પેશાવરમાં યુએસ કોન્સ્યુલેટ પર હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા છ પાકિસ્તાની નાગરિકો માર્યા ગયા હતા અને 20 લોકોને ઇજાઓ પહોંચાડી હતી.

ABOUT THE AUTHOR

...view details