ઇરાકઃ ઇરાકની રાજધાની બગદાદમાં સોમવાર સવારે બે રોકેટ છોડવામાં આવ્યાં હતાં. આ બંને રોકેટ ગ્રીન ઝોનમાં છોડવામાં આવ્યો છે. જેમાંથી અમેરિકી દૂતાવાસ પાસે પડ્યું હતું. આ હુમલામાં કોઈ જાનહાની થઈ નથી. ઈરાકમાં ઓક્ટોબર પછી અમેરિકી છાવણી પાસે ઘણા મિસાઈલ હુમલા કરવામાં આવ્યાં છે. આ હુમલાઓનો આરોપ અમેરિકા ઈરાન પર લગાવી રહ્યું છે.
ઇરાકના બગદાદમાં અમેરિકન એમ્બેસી નજીક 2 રોકેટ ફાયર કરાયા - અમેરિકી દુતાવાસ
ઇરાકની રાજધાની બગદાદમાં સોમવાર સવારે 2 વડે રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. બંને રોકેટ ગ્રીન ઝોનમાં છોડવામાં આવ્યાં હતાં. જેમાંથી એક રોકેટ અમેરિકી દૂતાવાસ પાસે પડ્યું હતું. સદ્દભાગ્યે આ હુમલામાં કોઈ જાનહાની થઈ નથી.
ઇરાકના પાટનગર બગદાદમાં આવેલા ગ્રીન ઝોનમાં સોમવારે વહેલી સવારે બે રોકેટ છોડીને હુમલો કરવામાં આવ્યો છે. જેમાંથી એક રોકેટ અમેરિકન એમ્બેસી પાસે ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. જો કે, હુમલામાં કોઈનો જીવ ગયો હોવાની માહિતી મળી નથી. ઇરાકમાં ઓક્ટોબર પછીથી અમેરિકાના ઠેકાણાઓ પર કરવામાં આવેલો આ 20મો હુમલો છે. મળતી માહિતી પ્રમાણે, રોકેટ હુમલામાં ઉચ્ચ સુરક્ષાવાળા ગ્રીન ઝોનમાં ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. અહીં સરકારી ઈમારતો અને ઘણાં દેશોની એમ્બેસી આવેલી છે.
ઇરાકમાં કિરકુકમાં 27 ડિસેમ્બરે સૈન્ય ઠેકાણાઓ પર કરવામાં આવેલા રોકેટ હુમલામાં અમેરિકન કોન્ટ્રાક્ટરનું મોત થયું હતું. આ હુમલામાં ઘણાં અમેરિકન્સ અને ઇરાકના સૈનિકો ઘાયલ થયા હતા. સૈન્ય ઠેકાણા પર 30 જેટલા હુમલા કરવામાં આવ્યાં હતાં. જો કે, કોઈ પણ હુમલા વિશે અત્યાર સુધી કોઈ દાવો કરવામાં આવ્યો નથી, પરંતુ અમેરિકાએ હંમેશા ઈરાન સમર્થિત ગ્રૂપ હશદ અલ-શાબીને દોષી ગણાવ્યાં છે.