ગુજરાત

gujarat

ETV Bharat / international

રિપબ્લિકન પાર્ટીના સંભવિત ઉમેદવારોમાં બે ભારતીય-અમેરીકનના નામ - અમેરીકા ચૂંટણીમાં બે અમેરિકી ભારતીયન ઉમેદવાર

હ્યુસ્ટનઃ અમેરિકામાં આગામી સમયમાં યોજાનાર ચૂંટણીમાં બે ભારતીય અમેરીકીયોના નામ રિપબ્લિકન પાર્ટીની સંભવિત યાદીમાં સામેલ કરાયા છે. જે ટેક્સાસથી ઉમેદવારી પત્ર ભરશે.

રિપબ્લિકન પાર્ટીના સંભવિત ઉમેદવારોમાં બે ભારતીય-અમેરીકનના નામ જોડાયા

By

Published : Nov 1, 2019, 10:28 AM IST

ફોર્ટબેન્ડ જિલ્લાના બાંગર રેડ્ડી અને ડૈન મેથ્યૂઝ ટેક્સાસના 22માં કોંગ્રેસનલ જિલ્લાના નવા ઉમેદવાર છે. જેમણે અમેરિકી પ્રતિનિધિ સભાના સંસદમાં પીટ ઓલ્સનનું સ્થાન લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઓલ્સને 2009માં આ બેઠક પરથી પ્રતિનિધિત્વ કર્યુ હતુ.

બાંગર રેડ્ડીએ ચૂંટણી અંગે જણાવ્યું હતું કે, "ઔપચારિક રીતે જાહેરાતના અઠવાડિયા અગાઉ ચૂંટણી કમિશન દ્વારા ઉમેદવારીપત્ર દાખલ કરશે. તેમનો ઉદ્દેશ રૂઢીવાદી મૂલ્યો સાથે રિપબ્લકન ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને જનતાની સેવા કરવાનો છે."

તો બીજી તરફ મૂળ કેમિકલ ઈન્જીનિયર મૈથ્યૂઝ કહ્યું હતું કે, "તે રિપબ્લિકન પાર્ટી (ગ્રેન્ડ ઓલ્ટી પાર્ટી GOP)માં વિવિધતા લાવવા માગે છે. રાજકારણમાં ઝંપલાવવા માટેનો તેમનો મુખ્ય ઉદ્દેશ કટ્ટરવાદીઓ રોકવાનો છે. તેમજ રાષ્ટ્રપતિ અને ઈઝરાયલને મદદ કરવાનો છે."

ઉલ્લેખનીય છે કે, 25 વર્ષ અગાઉ ભારતીય-અમેરિકી સમુદાયમાં સક્રિય સભ્ય રેડ્ડી મૂળ તેલંગાણાના મધ્યમવર્ગીય ખેડૂત પરિવારના છે. તેમણે ઈન્જીનિયરીંગમાં બે માસ્ટર કર્યુ છે. ઉપરાંત આઈટી ઉદ્યોગમાં 20 વર્ષ સુધી કામ કર્યુ હતું.

આમ, મધ્યવર્ગીય પરિવારમાંથી અમેરીકાના સંસદ ભવન સુધીની સફરમાં રેડ્ડી અનેક સંઘર્ષો સામનો કર્યો છે. આજે તે ભારતીય અમેરીકી તરીકે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી રહ્યાં છે. તે ભારત માટે ગૌરવની વાત છે.

ABOUT THE AUTHOR

...view details