ગુજરાત

gujarat

By

Published : Jan 4, 2020, 11:35 PM IST

ETV Bharat / international

ઇરાકમાં સુલેમાનીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજર રહ્યા

બગદાદ: અમેરિકી હુમલામાં માર્યા ગયા ઇરાની કમાન્ડર કાસિમ સુલેમાની અને ઇરાકી અર્ધસૈન્ય બળના ઉપ પ્રમુખ મહદી અલ મુહંદિસના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવી રહ્યો છે. અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા છે. ઉલ્લેખનીય છે કે. જનરલ સુલેમાની ઇરાનના અલ-કુદસ દળના વડા હતા.

ETV BHARAT
ઇરાકમાં સુલેમાનીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજર રહ્યા

ઈરાકમાં શનિવારે ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાની અને ઈરાકી અર્ધસૈન્ય બળના ઉપ પ્રમુખ મહદી અલ મુહંદિસના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવી રહ્યા છે. તેના જુલુસમાં હજારો લોકો સામેલ થયા, તેમણે અમેરિકા મુર્દાબાદના નારા લગાવ્યા હતા.

જનરલ સુલેમાની ઈરાનના કુદસ દળના વડા હતા અને તેની પ્રાદેશિક સુરક્ષા વ્યૂહરચનાના માસ્ટર માઇન્ડ હતા. શુક્રવારે ઇરાકની રાજધાનીમાં આંતરરાષ્ટ્રીય વિમાનમથક નજીક હવાઇ હુમલામાં તેમને મારવામાં આવ્યા હતા.

ઇરાકમાં સુલેમાનીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજર રહ્યા

ગ્રીન ઝોન સરકાર અને રાજદ્વારી સંકુલમાં જતા પહેલા, બગદાદના કાઝિમિયામાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જ્યાં થનારા રાજકીય અંતિમ સંસ્કારમાં ઘણા ટોચનાં લોકો હાજર હતા.

અંતિમ સંસ્કારમાં સામેલ થનારા ઘણા લોકોએ કાળા કપડા પહેર્યા હતાં,અને તેમના હાથમાં ઇરાકી અને ઇરાન સમર્પિત મિલિશિયાના ઝંડા હતા, જે સુલેમાનીના વફાદાર છે.

જનરલ સુલેમાની (62)ને આયતુલ્લા ખામેની બાદ ઇરાનમાં સૌથી શક્તિશાળી માનવમાં આવતા હતા. તેમની કુદસ ફોર્સ ઇરાની ક્રાંતિકારી ગાર્ડ્સનું એકમ હતું જે સીધા આયતોલ્લાહને રિપોર્ટ કરે છે.

ABOUT THE AUTHOR

...view details