બેન્કૉક: થાઈલેન્ડના એક મોલમાં એક બંદૂકધારી શખ્સે અંદાજે 20 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતાં. જો કે, પીલીસે અનેક લોકોને બચાવ્યાં હતાં. આ હુમલો કરનાર સૌનિકનું નામ સાર્જટ મેજર જાકરાપંત થોમ્પા છે. આ હુમલા વિશે પોલીસે જણાવ્યું કે, સૌથી પહેલા ગોળીબાર સેનાના બેરકમાં શરુ થયો હતો.
થાઈલેન્ડના મોલમાં ગોળીબાર, 20ના મોત, 31 ઘાયલ - બેન્કૉક
થાઈલેન્ડના એક મોલમાં એક બંદૂકધારીએ ગાળીબાર કર્યો હતો. જેમાં અંદાજે 20 લોકોના મોત થયા છે. સશસ્ત્ર પોલીસે મોલ અંદરથી અનેક લોકોનો બચાવ કર્યો છે. આ ઘટનામાં અંદાજે 31 લોકો ઘાયલ થયાની જાણકારી મળી છે.
etv bharat
આ ઘટનાને લઈ રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ 20 લોકોના મોતની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું કે, પોલીસ અને સૈન્ય કમાન્ડોને શૉપ શૂર્ટરે ટર્મિનલ 21ને ધેરી લીધું હતું. તમને આપને જણાવીએ કે, બંદૂકધારીએ ફેસબુક પર એક ફોટો પોસ્ટ કરી કહ્યું કે, શું મારે આત્મસમર્પણ કરવુ જોઈએ, કોઈ પણ મૃત્યુંથી બચી શકતું નથી.
ફેસબુક વીડિયોમાં હુમલાખોર સેનાનું હેલમેટ પહેરી ખુલ્લી જીપમાં સવાર છે અને કહી રહ્યો છે, હું થાકી ગયો છું મારી આંગળીઓને વધુ દબાવી શકતો નથી.