કાબુલઃ તાલિબાની પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહિદે અમેરિકાના એ રિપોર્ટને ફગાવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રશિયાએ અમેરિકી સૈનિકોને મારવા માટે તાલિબાનની મદદ લીધી છે.
ન્યૂયોર્ક ટાઇમ્સ(NYT)એ શુક્રવારે એક લેખ પ્રકાશિત કર્યો હતો. જેમાં તેમણે સરકારી સૂત્રોનો સંદર્ભ આપીને કહ્યું કે, ટ્રમ્પને ઇન્ટેલિજન્સ અહેવાલ આપવામાં આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મૉસ્કો અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈનિકો મારવા માટે તાલિબાનોને ઈનામ આપે છે. જેથી NYTએ કહ્યું કે, ટ્રમ્પ અત્યાર સુધી કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા છે.
મુઝાહિદે કહ્યું કે, તમામ હથિયારો અને ઉપકરણો પહેલાંથી જ દેશમાં હાજર હતાં. પ્રવક્તાએ ટાંકીને કહ્યું કે, તાલિબાનની ગતિવિધિ કોઈ પણ ઇન્ટેલિજન્સ અંગ અથવા વિદેશ સંબંધિત નથી.