પજાબ નેશનલ બેંક (PNB) સાથે સાથે 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ભારતના ભાગેડૂ જાહેર કરવામાં આવેલા હીરાના વેપારી નીરવ મોદીની જામીન અરજીને ફરી એકવાર યૂકે (યૂનાઇટેડ કિંગડમ)ની કોર્ટે નકારી કાઢી છે. આ દરમિયાન તેને જેલમાં બે વાર મારવામાં પણ આવ્યો હતો.
PNB કૌભાંડ: નીરવ મોદીએ કહ્યું જો મને ભારતને સોંપવામાં આવે તો હું આત્મહત્યા કરીશ - PNB કૌભાંડ
લંડન:પંજાબ નેશનલ બેન્ક સાથે 13,500 કરોડની છેતરપીંડી મામલે ભારતના હીરાના વેપારી નીરવ મોદીની જામીન અરજી એક વખત ફરી કોર્ટે ફગાવી દીધી છે. જામીન મેળવા પર નીરવ મોદીએ કોર્ટમાં કહ્યું કે, જો તેને ભારતને સોંપવામાં આવશે તો તે આત્મહત્યા કરી લેશે.
file photo
48 વર્ષીય બિઝનેસમેન નીરવને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેના વકીલે કહ્યું કે, નીરવને જેલમાં બે વાર મારવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે નીરવની એકવાર એપ્રિલમાં અને બીજીવાર મંગળવારે મારઝૂડ થઇ હતી. દાવો કરવામાં આવ્યો છે કે જેલના જવાબદાર અધિકારીઓએ આ મામલે કોઇ પગલાં ભર્યા નથી.
Last Updated : Nov 7, 2019, 3:20 PM IST