મોસ્કોઃ રશિયાની સેકનોવ યુનિવર્સિટી(Sechenov University)ને કોવિડ-19ની વેક્સીનનું સફળ પરિક્ષણ કરવાનો દાવો કર્યો છે. સ્થાનિક મીડિયા સાથે વાત કરતા સેકનોવ યુનિવર્સિટીમાં ક્લીનિકલ રિસર્ચ અને મેડિકેશન્સ વિભાગની પ્રમુખ વૈજ્ઞાનિક ઈલીના સ્મોલયારચુકે જણાવ્યું કે, કોરોનાની રસીના સંશોધનના પરિણામ પરથી લાગે છે કે, આ રસી અસરકારક છે.
રશિયાની સેકનોવ યુનિવર્સિટીએ કર્યું કોરોનાની રસીનું સફળ પરીક્ષણ - chief researcher
રશિયાની સેકનોવ યુનિવર્સિટીએ કોવિડ-19ની રસીનું સફળ પરીક્ષણ કરવાનો દાવો કર્યો છે. યુનિવર્સિટીએ ક્લીનિકલ રિસર્ચ એન્ડ મેડિકેશન્સ વિભાગની મુખ્ય વૈજ્ઞાનિક ઈલીના સ્મોલયારચુકે જણાવ્યું કે, કોરોનાની રસીનું સંશોધન પુર્ણ થઈ ચુક્યું છે, અને એ પણ સાબિત થઈ ચુક્યું છે કે, આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે.
ઈલીના સ્મોલયારચુકે જણાવ્યું કે, સંશોધન પુર્ણ થઈ ચુક્યું છે, અને એ પણ સાબિત થઈ ગયું છે કે, આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. હાલ યુનિવર્સિટીમાંથી સ્વસ્થ થયેલા લોકોને સર્વેલન્સ હેઠળ રાખવામાં આવશે. ભારતમાં સ્થિત રશિયાના દૂતાવાસે કોરોના વેક્સીન અંગે ટ્વીટ કરી જણાવ્યું કે, આ કોરોના સંક્રમણ સામે રક્ષણ આપવા તૈયાર થયેલી પહેલી રસી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી સામે લડવા માટે ભારતમાં બનેલી રસી(વેક્સીન)નું ક્લીનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. આ ઉપરાંત બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં બનેલી વેક્સીનનું પણ પરિક્ષણ ચાલી રહ્યું છે.