- અફઘાનિસ્તાનમાં ભારતીય પત્રકારની હત્યા
- ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની હત્યા
- તેઓ સમાચાર સંસ્થા રોયટર્સ સાથે કામ કરી રહ્યાં હતાં
ન્યૂઝ ડેસ્ક: ભારતીય પત્રકાર આલમ માટે આજે દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. પુલિત્ઝર એવોર્ડ વિજેતા ભારતીય ફોટો જર્નલિસ્ટ દાનિશ સિદ્દીકીની અફઘાનિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે. સિદ્દીકી રોઇટર્સના ફોટો જર્નાલિસ્ટ હતાં જે કંદહારના ઘર્ષણનું કવરેજ કરી રહ્યાં હતાં. અફઘાન શહેરના સૂત્રોમાં શુક્રવારે પુષ્ટિ કરવામાં આવી હતી કે સ્પિન બોલ્ડેક જિલ્લામાં ઘર્ષણ દરમિયાન સિદ્દીકી માર્યા ગયાં હતાં. આ અઠવાડિયાની શરૂઆતમાં તાલિબાન દ્વારા સ્પિન બોલ્ડાક પર કબજો કરી લીધાં બાદ કંદહારમાં અથડામણ ચાલી રહી છે
મુંબઇનો હતો દાનિશ
દાનિશ સિદ્દીકી મુંબઈના હતાં. તેમણે ઇકોનોમિક્સમાં પોતાનું સ્નાતક શિક્ષણ દિલ્હીની જામીયા મીલીયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાંથી 2007માં પૂર્ણ કર્યું હતું. પત્રકારત્વમાં તેમણે ટેલિવિઝન ન્યૂઝ સંવાદદાતા તરીકે પગ મૂક્યો હતો અને બાદમાં ફોટો જર્નાલિઝમમાં વળી ગયાં હતાં. સિદ્દીકી સમાચાર સંસ્થા રોયટર્સ સાથે 2010થી સંકળાયેલાં હતાં.
પુલિત્ઝર એવોર્ડથી સન્માનિત ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની અફઘાનિસ્તાનમાં હત્યા તે પાછળ 2 પુત્રોને મૂકીને ગયો : દાનિશના પિતા
દાનિશ સિદ્દીકીના પિતા અખ્તર સિદ્દીકીએ જણાવ્યું હતું કે, તેઓ ઓફિસના અસાઈન્મેન્ટ અંતર્ગત અફઘાનિસ્તાન ગયા હતા. આજે બપોરે જ તેમની ઓફિસ તરફથી જાણ કરવામાં આવી કે ગોળી વાગવાથી તેમની મોત થઈ છે. આ સિવાય તેમની ઓફિસ તરફથી મૃતદેહને જલ્દી જ ભારત લાવવામાં આવે તે માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક દિવસ અગાઉ જ તેમની દાનિશ સાથે વાત થઈ હતી. જેમાં તેઓ ખૂબ શાંતિથી વાત કરી રહ્યા હતા. તે હવે તેની પાછળ 2 બાળકોને મૂકીને ગયો છે.
3 દિવસ પહેલા જ તેમની કાર પર રોકેટથી થયો હતો હુમલો, પોતે જ ઉતારેલો વીડિયો કર્યો હતો શેર
દાનિશ સિદ્દીકીએ 3 દિવસ અગાઉ પોતાના ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ જે કારમાં જઈ રહ્યા હતા, તેના પર રોકેટ પ્રોપેલર ગ્રેનેડની હુમલો કરાયો હતો. તે સમયે તેમનો કેમેરો ચાલુ હતો. જેમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. આ વીડિયો સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, 'હું આ ઘટનામાં બચીને ખુદને નસીબદાર માનું છું.' આ હુમલામાં તેમના કાફલાની 3 કાર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુન્દજઈને હરીપુરાની મુલાકાતનું આપ્યું આમંત્રણ
આ પણ વાંચોઃ કાબુલ મસ્જિદના હુમલાની જવાબદારી IS એ સ્વીકારી