ગુજરાત

gujarat

ETV Bharat / international

Protest of Women in Afghanistan: તાલિબાન રાજમાં અફઘાની મહિલાઓનું પ્રદર્શન, સરકારી નોકરીમાં હકની કરી માગ - Protest of Women in Afghanistan

એક તરફ તાલિબાન રાજ આવ્યા પછી અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે વિશ્વ આખું (World Silence on the Situation in Afghanistan) ચૂપ બેઠું છે. ત્યારે મહિલાઓ સતત પોતાના હક માટે (Afghan Women demanding Government Jobs) પ્રદર્શન કરી રહી છે. તાલિબાન સાશનમાં મહિલાઓ માટે કડક નિયમ સામે ત્યાં મહિલા સમૂહ સતત આંદોલન કરી રહ્યું (Protest of Women in Afghanistan) છે.

Protest of Women in Afghanistan: તાલિબાન રાજમાં અફઘાની મહિલાઓનું પ્રદર્શન, સરકારી નોકરીમાં હકની કરી માગProtest of Women in Afghanistan: તાલિબાન રાજમાં અફઘાની મહિલાઓનું પ્રદર્શન, સરકારી નોકરીમાં હકની કરી માગ
Protest of Women in Afghanistan: તાલિબાન રાજમાં અફઘાની મહિલાઓનું પ્રદર્શન, સરકારી નોકરીમાં હકની કરી માગ

By

Published : Jan 13, 2022, 12:47 PM IST

કાબૂલઃ સરકારી નોકરીઓ અને સમાજમાં સમાન ભાગીદારીની માગ કરતા મહિલાઓએ બુધવારે અફઘાનિસ્તાનની રાજધાનીમાં પ્રદર્શન (Afghan Women demanding Government Jobs) કર્યું હતું. ટોલો ન્યૂઝ અનુસાર, પ્રદર્શનમાં ઈન્ડિપેન્ડેન્ટ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ અને સિવિલ સર્વિસીઝમાં કામ કરતી તે મહિલાઓ સામેલ હતી, જેમની ઓગસ્ટમાં તાલિબાન શાસન આવ્યા પછી નોકરી જતી (Women lose jobs in Afghanistan) રહી હતી.

આ પણ વાંચો-China Construction At Bhutan Border: ચીનના કરતૂતોની સેટેલાઇટ તસવીરોથી થયો ખુલાસો

તાલિબાન રાજમાં મહિલાઓએ ગુમાવી નોકરી

પ્રદર્શનમાં સામેલ ફિરોઝાન અમીરીએ કહ્યું હતું કે, તાલિબાન રાજમાં ઈન્ડિપેન્ડન્ટ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ અને સિવિલ સેવા આયોગમાં (Afghan Women demanding Government Jobs) કામ કરતી મહિલાઓને નોકરીથી કાઢી (Women lose jobs in Afghanistan) મૂકવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય નોકરીઓમાંથી પણ મહિલાઓને કાઢી દેવાઈ છે. આનાથી સરકારી વિભાગોમાં 28 ટકા ઘટાડો થયો છે. આનાથી ઈસ્લામિક ગણરાજ્ય અફઘાનિસ્તાનનું નુકસાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો-Inflation in Sri Lanka : દેવાની જાળમાં ફસાયેલા શ્રીલંકામાં બેકાબૂ મોંઘવારી

મહિલાઓના અધિકાર માટે પોલિસી બનાવવા માગ

પ્રદર્શનકારી મહિલાઓએ એક જોગવાઈ પણ જાહેર કરી છે, જેમાં તેમણે કામ કરવાની મંજૂરી આપવા અને મહિલાઓના અધિકાર માટે પોલિસી બનાવવાની માગ કરી (Afghan Women demanding Government Jobs) છે. સાથે જ મહિલાઓના કેસમાં નિર્ણય લેતા સરકારી વિભાગમાં પણ પ્રતિનિધિત્વ આપવાની માગ (Afghan Women demanding Government Jobs) કરવામાં આવી છે.

મહિલાઓને નોકરીમાંથી બહાર કરવાનો નિર્ણય નથી કરાયોઃ તાલિબાન

આ તમામની વચ્ચે તાલિબાનના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, અત્યારે સરકારી નોકરીમાંથી મહિલાઓને બહાર કરવાનો કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો. તાલિબાન સરકારના ડેપ્યુટી બિલાલ કરિમીએ કહ્યું હતું કે, સરકારી વિભાગોમાં મહિલાઓની કામગીરી પ્રવૃત્તિ મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે. હજી એ મૂલ્યાંકન ચાલી રહ્યું છે કે, કયા વિભાગમાં મહિલાઓની જરૂર છે. તે હિસાબથી મહિલાઓના વિભાગોમાં સ્વીકૃત પદો પર રાખવામાં આવશે. આપને જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય સમુદાય તાલિબાન પર માનવાધિકાર, મહિલા અધિકાર અને એક સમાવેશી સરકારના ગઠન માટે દબાણ બની રહ્યું છે.

મહિલાઓની ભાગીદારીની માગ

આપને જણાવી દઈએે કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ મહિલાઓએ પ્રદર્શન (Protest of Women in Afghanistan) કર્યું હતું. મહિલાઓનું કહેવું હતું કે, અફઘાનની રાજનીતિ, શાસન અને અર્થતંત્ર સાથે જોડાયેલા નિર્ણયોમાં તેમને પોતાની પણ ભાગીદારી જોઈએ. તાલિબાને મહિલાઓને પ્રેસિડેન્શિયલ હાઉસ જવાથી રોકવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details