ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પ્રમુખ વિપક્ષી દળોએ રવિવારે વડાપ્રધાન ઇમરાનખાનના તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી. આ સાથે ઇમરાનને સરકારમાંથી બહાર કરવા દેશવ્યાપી વિરોધ આંદોલન આયોજિત કરવા માટે એક ગઠબંધનની શરૂઆત કરી છે. આ દરમિયાન સર્વદળીય સંમેલને 26 સૂત્રીય સંયુક્ત પ્રસ્તાવનો પણ અંગીકાર કર્યો. જેનું નેતૃત્વ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ કર્યું હતું.
પાકિસ્તાનમાં વિરોધી પક્ષોએ ઇમરાન સરકાર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધની ઘોષણા કરી - જેયુઆઇ એફના અધ્યક્ષ મૌલાના
પાકિસ્તાનના પ્રમુખ વિપક્ષી દળોએ 20 સપ્ટેમ્બર રવિવારના રોજ વડાપ્રધાન ઇમરાન ખાનના તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી. આ સાથે ઇમરાનને સરકારમાંથી બહાર કરવા દેશવ્યાપી વિરોધ આંદોલન આયોજિત કરવા માટે એક ગઠબંધનની શરૂઆત કરી છે. આ દરમિયાન સર્વદળીય સમંલને 26 સૂત્રીય સંયુક્ત પ્રસ્તાવનો પણ અંગીકાર કર્યો.
આ સંમેલનમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ અને જમીયત ઉલેમાં એ ઇસ્લામ ફલ્જ (જેયુઆઇ એફ) સહિત ધણા અન્ય દળોએ ભાગ લીધો હતો. વિભિન્ન દળોની બેઠક બાદ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જેયુઆઇ એફ ના અધ્યક્ષ મૌલાના ફઝલુર રહમાને પ્રસ્તાવને વાંચ્યો અને કહ્યું કે, પાકિસ્તાન તહરીક એ ઇન્સાફ (પીટીઆઇ) સરકાર વિરૂદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન માટે વિપક્ષી દળ "પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ" નામના ગઠબંધનને લઇને સહમત થયા છે.
આ પ્રસ્તાવમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ઇમરાનખાન સરકારન એક જ પ્રતિષ્ઠાન દ્વારા બોગસ સ્થિરતા પ્રદાન કરવામાં આવી છે. જેનાથી વર્તમાન શાસનને સતામાં લાવવા ફરીથી પારદર્શક રીતે ચૂંટણીઓ યોજવાની હાકલ કરાઈ છે. તે ઉપરાંત દેશભરમાં બે તબક્કામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.