આ અંગે ડો.ખાને જણાવ્યું કે, નવાઝ શરીફથી હું મળ્યો.તેનો સ્વાસ્થ્ય સારો નથી.સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિના પ્લેટલેટ કાઉન્ટ 1,40,000થી 1,50,000 હોવા જોઇએ. પરતું નવાઝના પ્લેટલેટ કાઉન્ટ ઘટીને માત્ર બાર હજાર થઇ જતાં તેમની તબિયત નાજુક થઇ ગઇ હતી. ઇમર્જન્સી જોઇને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની સારવાર કરનારા ડોક્ટર અદનામ ખાને કહ્યું કે, નવાઝ શરીફ જીવલેણ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. એમની તબિયત ખૂબ નાજુક થઇ ચૂકી છે અને એ ખૂબ ગંભીર સ્થિતિમાં છે. સોમવારે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ - નવાઝ શરીફનો સ્વાસ્થ્ય ખરાબ
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનુ સ્વાસ્થ્ય ખરાબ થયા બાદ લાહોરમાં NABના કાર્યાલયથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શરીફની પ્લેટલેટ કાઉન્ટ સેલ ઉંચી થઇ ગઇ હોવાથી તેમની તબિયત લથડી હતી.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની તબિયત લથડી,હોસ્પિટલમાં કરાયા દાખલ
ભ્રષ્ટાચારના આરોપો બદલે જેલવાસ ભોગવી રહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની તબિયત નાજુક થઇ ગઇ હોવાના અહેવાલ વહેતા થયા હતા. તેમના પ્લેટલેટ કાઉન્ટ ઘટીને માત્ર બાર હજાર થઇ જતાં એમને તત્કાળ હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવા પડ્યા હતા.