ગુજરાત

gujarat

ETV Bharat / international

પાકિસ્તાનમાં બોમ્બ હુમલામાં પાક આર્મી મેજર સહિત 6 સુરક્ષા જવાનના મોત - Pak Army

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સેનાના એક મેજર સહિત 6 લશ્કરી જવાનો શહીદ થયા છે. સુરક્ષા દળનું પેટ્રોલિંગ વાહન રસ્તાની બાજુમાં મૂકાયેલા બોમ્બ સાથે અથડાયું હતું.

bomb attack
બોમ્બ હુમલા

By

Published : May 10, 2020, 10:20 AM IST

પાકિસ્તાન: ઈરાનની સરહદે આવેલા દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનના પ્રતિકારક બલુચિસ્તાન પ્રાંતમાં સુરક્ષા દળના પેટ્રોલિંગ વાહનમાં રસ્તા પર બોમ્બને ટક્કર મારતા આર્મી મેજર સહિત 6 લશ્કરી જવાનો શહીદ થયા હતા.

સેનાએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, અર્ધલશ્કરી દળના ફ્રન્ટીયર કોર્પ્સના એક વાહનને ઈરાની સરહદથી લગભગ 14 કિલોમીટર દૂર કેચ જિલ્લાના બુલેડા વિસ્તારમાં રિમોટ કંટ્રોલ દેશી વિસ્ફોટક દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું.

સેનાના જણાવ્યા અનુસાર, એક મેજર અને 5 સેનાના જવાન માર્યા ગયા છે. જ્યારે એક જવાન ઘાયલ થયો. હજૂ સુધી કોઈએ પણ આ હુમલાની જવાબદારી લીધી નથી. બલૂચ આતંકવાદીઓ ઘણીવાર આ પ્રાંતમાં સુરક્ષા દળોને નિશાન બનાવતા રહે છે.

ABOUT THE AUTHOR

...view details