ગુજરાત

gujarat

ETV Bharat / international

યુરોપમાં પોતાનો જીવ ગુમાવનારા 95 ટકા લોકો 60 વર્ષથી વધુ વયના: WHO - કોરોના ન્યુઝ

ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના યુરોપના વડાએ કહ્યું હતું કે કોરોના વાયરસથી પોતાનો જીવ ગુમાવનારા 95 ટકાથી વધુ લોકો 60 વર્ષથી વધુ ઉંમરના છે.

europe
europe

By

Published : Apr 2, 2020, 11:14 PM IST

જિનીવા: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના યુરોપના વડાએ કહ્યું છે કે આંકડા દર્શાવે છે કે આ પ્રદેશમાં કોરોના વાયરસથી પોતાનો જીવ ગુમાવનારા 95 ટકાથી વધુ લોકો 60 વર્ષથી વધુ ઉંમરના હતા. પરંતુ એવું નથી કે માત્ર આ જ ઉંમરના લોકોને વધુ જોખમ છે.

ડૉક્ટર ક્લુગે કહ્યું, "આ માન્યતા હકીકતમાં ખોટી છે કે કોવિડ -19 ફક્ત વૃદ્ધ લોકોને અસર કરે છે. યુવા લોકો પણ આ વાયરસની ઝપેટમાં આવે છે. "

ક્લુગેએ જણાવ્યું હતું કે, "કિશોરો અને 20 વર્ષની આસપાસના લોકોમાં પણ ગંભીર સંક્રમણ જોવા મળ્યા હતા અને તેમાંના ઘણાને સઘન સારવારની જરૂર હતી જ્યારે કેટલાક કમનસીબે મૃત્યુ પામ્યા હતા."

ABOUT THE AUTHOR

...view details