બાંગ્લાદેશ: મુસ્લિમ મૌલવીની અંતિમવિધિમાં ભાગ લેવા હજારો લોકોએ બાંગ્લાદેશમાંં દેશવ્યાપી લોકડાઉનનો ભંગ કર્યો હતો. બાંગ્લાદેશના અધિકારીઓએ જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કર્યો છે. ઘટનાને કારણે કોરોના વાઈરસના ફેલાવાનું જોખમ વધી ગયું છે.
શનિવારે રાત્રે પોલીસ વડામથકે એક નિવેદનમાં બ્રાહ્મણબારીયા વિસ્તારમાં પોલીસ સ્ટેશનના ઓસીનો હવાલો આપ્યો હતો. શાહદત હુસેન ટીટએ આ પોલીસ અધિકારીને હટાવવાના નિર્ણય પાછળનું કારણ જણાવતા કહ્યું કે, આ અધિકારી ભીડ ભેગી થતી અટકાવવા માટે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહ્યા હતા. જે કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
શનિવારે, માસ્ક વિના અને સામાજિક અંતરના સ્પષ્ટ ઉલ્લંઘન કરી હજારો લોકોએ બ્રાહ્મણ બારીયા જિલ્લાના સરાઈલ તાલુકા અંતર્ગત બર્ટોલા ગામની એક મદરેસા ખાતે યોજાયેલા ખેલફાટ મજલિશના નાયબ-એ-આમિર મૌલાના ઝુબેર અહેમદ અન્સારીની અંતિમ વિધિમાં ભાગ લીધો હતો.