ભૂસ્ખલનના કારણે પરિવારના તમામ લોકો માટીમાં ફસાયા હતાં. જિલ્લા પોલીસ કાર્યાલયના અધિકારી ચિત્ર બહાદુર ગુરુંગે કહ્યુ કે, ભૂસ્ખલનમાં એક ઘર અને 3 ગૌશાળા કાટમાળ નીચે દબાયેલ છે. મૃતકોને પોસ્ટમૉર્ટમ અર્થ ખસેડવામાં બે દિવલ લાગી શકે છે, કારણ કે વરસાદના કારણે થયેલી ભૂસ્ખલન અને અચાનક આવેલા પુરથી થવાંગ ખાતેના રસ્તાઓ બંધ થઇ ગયા છે.
નેપાળમાં ભૂસ્ખલનના કારણે એક જ પરિવારના 6 લોકોના મોત - નેપાળ
કાઠમાંડૂ: નેપાળના રોલપા જિલ્લામાં ભારે વરસાદના પગલે ભૂસ્ખલનમાં એક જ પરિવારના 6 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટનાને લઇને પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો છે.
etv bharat
રોલપાના મુખ્ય જિલ્લા અધિકારી લક્ષમ્ણ ઢાકલેએ કહ્યું કે, ઘટનાસ્થળ પર સ્વાસ્થય કર્મચારીની ટીમ રવાના કરવાની તૈયારી શરુ કરવામાં આવી છે. અધિકારીએ કહ્યુ કે, ભૂસ્ખલનમાં 42 પશુઓનું પણ મૃત્યું થયું છે.