કાઠમાંડૂઃ નેપાળ સરકારે ઓગસ્ટના મધ્ય સુધી ભારત, ગૂગલ અને આંતરરાષ્ટ્રીય સમુદાયને પોતાના સંશોધિત નક્શા મોકલવાની જાહેરાત કરી છે. આ સંશોધિત નક્શામાં વિવાદિત ક્ષેત્ર લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાનીને સામેલ કરવામાં આવ્યા છે. આ વિસ્તારો પર ભારત પોતાનો દાવો કરે છે.
નેપાળની ભૂમિ પ્રબંધન પ્રધાન પદ્મા કુમારી આર્યલે કહ્યું કે, અમે અમારા નવા નક્શાને સંયુક્ત રાષ્ટ્રની વિભિન્ન એજન્સીઓ અને ભારત સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયને મોકલી રહ્યા છીએ, જેમાં કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધુરા વિસ્તાર સામેલ છે. આ મહીનાના મધ્ય સુધી પ્રક્રિયા પુરી થઇ જશે.
પદ્મા આર્યલે મીડિયાને જણાવ્યું કે, તેમના મંત્રાલયે માપન વિભાગને નેપાળના નક્શાની ચાર હજાર કૉપી અંગ્રેજીમાં છાપવાનો નિર્દેશ આપ્યો છે. જેમને આંતરરાષ્ટ્રીય સમુદાયને મોકલવા જણાવ્યું છે.