ગુજરાત

gujarat

ETV Bharat / international

નવાઝ શરીફની તબિયતમાં સુધારો: ડૉકટર - પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફ સમાચાર

લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફની હાલતમાં ઘણો સુધારો થયો છે. ડૉક્ટરે જણાવ્યું હતું કે, તીવ્ર એક્યુટ ઇમ્યુન થ્રોમ્બોસાયટોપેનિક પરપુરા (આઈ.ટી.પી) છે. અને બ્લીડિંગ ડિસઓર્ડર છે. પરંતુ તેમના પ્લેટલેટનું સ્તર સ્થિર છે.

Nawaz Sharif

By

Published : Oct 29, 2019, 12:43 PM IST

રિપોર્ટ મુજબ, રવિવારના રોજ મીડિયા સાથે વાત કરી સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એસ.આઇ.એમ.એસ.) ના પ્રિન્સિપાલ પ્રોફેસર ડૉ મહમદ અયાજે કહ્યું કે, જ્યા સુધી પૂર્વ વડાપ્રધાનની સારવાર પૂર્ણ ન થાય ત્યાં સુધી હોસ્પિટલમાં રહશે.

તેમણે કહ્યું કે, શરીફે હજી સુધી સારવાર માટે બીજે ક્યાંક જવાની વાત કરી નથી.

શરીફની માતા અને તેની બહેન તેમની તંદુરસ્તી જાણવા રવિવારે સર્વિસ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. પાકીસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને હાર્ટ એટેક આવ્યો હતો.

એક દિવસ અગાઉ, પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં હાઈકોર્ટે અલ-અઝીઝિયા ભ્રષ્ટાચાર કેસમાં 29 ઓક્ટોબર સુધી તબીબી આધારો પર શરીફને જામીન આપી દીધા છે. આના એક દિવસ પહેલા લાહોર હાઇકોર્ટે ચૌધરી સુગર મિલ્સ કેસમાં પણ જામીન આપી દીધા છે. બંને કેસોમાં તેને મેડિકલના આધારે જામીન મળી ગયા છે.

ABOUT THE AUTHOR

...view details